________________
ગુણ જેનામાં પ્રગટેલે નથી, તે આત્મા ઉદાર હોય તે પણ તેની ઉદારતા સદા કાળ ટકતી નથી, કે અથી આત્માએને તે સદા કાળ સેવ્ય બનતી નથી.
ધર્મ–સિદ્ધિનું ત્રીજું લક્ષણ પાપ જુગુપ્સા છે. પાપ પ્રત્યે જેને જુગુપ્સા નથી, તેના ઔદાર્ય કે દાક્ષિણ્યને દુરૂપયોગ થવાને પૂરેપૂરો સંભવ છે.
પાપ એ વિષ તુલ્ય છે અને પુણ્ય એ અમૃત તુલ્ય છે. એ રીતે પાપ, પુણ્યને ભેદ જેના અંતઃકરણમાં થયે નથી, એ આત્માનું ઔદાર્ય અને દાક્ષિણ્ય વ–પરનાં હિતને માટે થવાને બદલે અહિતમાં પરિણમવાને વધારે સંભવ છે.
એ કારણે ધમી આત્માના અંતઃકરણમાં ઘર્મસિદ્ધિનું ચોથું લક્ષણ નિર્મળ બેધ પણ હોય છે. એથી તે પાપ, પુણ્યના ભેદ સમજી શકે છે અને પાપને પરિહાર અને પુણ્યનો સ્વીકાર કરવાના કાર્યમાં સદા સાવધાન રહે છે. એના પ્રભાવે તેનું ઔદાર્ય કે દાક્ષિણ્ય પાપન. માર્ગે ઘસડાઈ જતું બચે છે. નિર્મળ બંધના કારણે તેના આત્મામાં સદા પાપની જુગુપ્સા જાગતી રહે છે. અને પુણ્યની પ્રશંસા પણ તેના આત્મામાં સદા કાળ રમતી. હોય છે.
તે કારણે તેના ઔદાર્ય, દાક્ષિણ્યાદિ સદગુણેને સદુપગ વધતું રહે છે અને પરિણામે તે આત્મા આ લોકમાં યશ-કીતિ (પાંચમુ લક્ષણ) ને અને પરલોકમાં સદ્દગતિને ભાગી થાય છે.
જેન તત્વ રહસ્ય