________________
શાખા-પ્રશાખાદિ પદાર્થો છે. શાખા-પ્રશાખાદિ કે અંકુર પત્રાદિને બહાર આવવા માટે જેમ સુદઢ મૂળની અપેક્ષા છે, તેમ ઔદાર્ય, દાક્ષિણ્યાદિ ગુણેને બહાર આવવાને માટે તેવા વૃક્ષની કે તે વૃક્ષના અખંડ મૂળની આવશ્યકતા. છે જ. અને તે મૂળનું નામ નિર્મળ ધર્મ છે.
આત્માની અંદર રહેલે તે ધર્મ વર્તમાન કાળે ઉદારતાદિ ગુણારૂપી અંકુરાદિ દ્વારા પ્રગટ થાય છે અને આગામી કાળે સુરનરની સંપત્તિરૂપી પુષ્પ અને સિદ્ધિ ગતિના અનંતા સુરૂપી પરિપકવ ફળરૂપે પ્રગટ થાય છે.
જે આત્મામાં ઉદારતા આદિ ગુણે હજુ પ્રગટ થયા નથી, તે આત્મા બહારથી ધર્મની આરાધના કે સાધના કરતે હેય તે પણ અંદરથી ધર્મને પામેલ જ હેય એમ નિશ્ચિતપણે કહી ન શકાય.
ધર્મ–વૃક્ષને પ્રથમ અંકુરે ઔદાર્ય છે, દાન નહિ. ઔદાર્ય અને દાનમાં તફાવત છે. સામાને જરૂર છે માટે. અપાય છે. તે દાન છે અને પિતાને (દાતાને) જરૂર છે, માટે અપાય છે, તે ઔદાર્ય છે.
જે દાન અપાય છે શક્તિ મુજબ, પણ આપવાની ભાવના છે સર્વસ્વની, તે દાન ઔદાર્ય ગુણથી ભરપુર છે.
જે દાન શક્તિ મુજબ પણ અપાતું નથી, એટલું જ નહિ પણ આપવાની પાછળ લેનારની જરૂરીઆતને જ આગળ કરવામાં આવેલી હોય છે, તે દાન, ઔદાર્ય ગુણની ખામીવાળું છે.
૪ ]
જૈન તત્વ રહસ્ય