________________
હોય તો વિકાર-વાસના જન્મે છે. હવે જો આ ચલચિત્રો નિર્જીવ હોવા છતાં જોનારાઓમાં તેવા તેવા ભાવો પ્રગટ કરી શકે છે તો પછી વીતરાગમૂર્તિ અને કલ્પિતગુરુ દર્શન કરનારાઓમાં વૈરાગ અને વિવેક કેમ પ્રગટ ન કરી શકે ? પ્રશ્ન:- મૂર્તિને રાખવાથી મંદિર બનાવવું પડે, તેમાં આરંભ - સમારંભ લાગે, અનેક જીવોની હિંસા થાય. ભગવન્તોએ હિંસાનો સર્વથા નિષેધ બતાવ્યો છે. તથા જળ-પૂષ્પાદિ પૂજાઓમાં પણ હિંસા થાય તો આ વાત કેવી રીતે યુક્તિસંગત થાય ? સારાંશ એ છે કે મૂર્તિ માનવામાં, મંદિર બંધાવવામાં, અને જલ-પુષ્પાદિ પૂજા કરવામાં સર્વત્ર હિંસા રહેલી છે. અને “જ્યાં જ્યાં હિંસા ત્યાં ત્યાં નહિ જિન આણા” જ્યાં જ્યાં હિંસા હોય ત્યાં ત્યાં જિનેશ્વરની આજ્ઞા નથી, માટે મૂર્તિનો અને મૂર્તિપૂજાદિનો વ્યવહાર કેવી રીતે યુક્તિસંગત થાય? ઉત્તર :-મૂર્તિ અને મંદિરને સ્વીકારવામાં હિંસા થાય છે. આ વાત ચોક્કસ સત્ય છે. પરંતુ હિંસા બે પ્રકારની છેઃ (૧) દ્રવ્યહિંસા. અને (૨) ભાવહિંસા. બીજાના પ્રાણોની હિંસા થાય તે દ્રવ્યહિંસા કહેવાય અને આત્મામાં રાગ-દ્વેષ-મોહ અને અજ્ઞાન વધે તે ભાવહિંસા કહેવાય છે. દ્રવ્યહિંસા અવશ્ય તજવા યોગ્ય છે. પરંતુ જો ભાવહિંસાને દૂર કરવામાં કદાચ દ્રવ્યહિંસા કરવી પડતી હોય તો તે ગૌણ બની જાય છે. જેમ સાધુસંતો એક ગામથી બીજે ગામવિહાર કરે ત્યારે પગ નીચે છએ કાયાની હિંસા થાય. વચમાં નદી આવે તો અપકાયની વિશેષે હિંસા થાય. પરંતુ જો વિહાર ન કરે તો જ્યાં રહ્યા હોય તે સ્થાનનો ગામનો અને લોકોનો મોહ, રાગ-દ્વેષ વધે તે ભાવહિંસા છે. તે ભાવહિંસા ઘટાડવા માટે નદી ઊતરવાની વ્યહિંસા ગૌણ છે. તેવી રીતે સંસાર ઉપરનો આત્માને અનાદિનો મોહ, રાગ, દ્વેષ છે. તે ભાવહિંસા તોડવા માટે વીતરાગનું ૧ વીતરાગ મૂર્તિ = વીતરાગ પરમાત્માની મૂર્તિ. ૨ કલ્પિતગુરુ =કલ્પનાથી સ્થાપેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org