________________
અટકવું અને શુભમાં જોડાવું એમ ઉભયને પણ ગુપ્તિ કહી છે. આચાર્ય મહારાજશ્રી આ ગુમિને પાળનારા છે. માટે આ ગુમિ પાળવારૂપ તેઓના ત્રણ ગુણો કહ્યા છે. (૧) મનગુક્તિઃ મનને ખરાબ વિચારોથી રોકવું (સારા વિચારોમાં જોડવું) (૨) વચનગુતિઃ વચનને ખરાબ ભાષાથી રોકવું (સારી ભાષા બોલાવી) (૩) કાયમુતિઃ કાયાને કુચેષ્ટાથી રોકવી (અને સારી ચેષ્ટામાં પ્રવર્તાવવી.)
આચાર્ય મહારાજશ્રી આ ત્રણ ગુપ્તિને પાળનારા છે. માટે આ ત્રણ તેઓના ગુણો છે.
આ પંચિંદિય સૂત્રમાં અનુક્રમે જણાવેલા ૫ + ૯ + ૪ + + + પ + ૫ +૩ =૩૬ એમ કુલ છત્રીસ ગુણો આચાર્યમહારાજશ્રીના છે. આ છત્રીસ ગુણોને દર્શાવતું પંચિંદિય સૂત્ર બોલવા વડે ગુરુજીની કલ્પિત સ્થાપના કરાય છે. આટલા માટે જ આ સૂત્રનું બીજું નામ “સ્થાપના સૂત્ર” રાખવામાં આવેલ છે. પ્રશ્ન :- આ સૂત્રમાં આચાર્યમહારાજના ૩૬ ગુણો ગણાવ્યા. તો નવકારમંત્રમાં કહેલા અરિહંત બીજા પદોના ગુણો કેટલા? ઉત્તર :- અરિહંતાદિ પરમાત્માના ૧૨, સિદ્ધપરમાત્માના ૮, આચાર્યમહારાજના ૩૬, ઉપાધ્યાયજીનારપ અને સાધુમહારાજના ૨૭ - એમ પાંચે પરમેષ્ઠિના મળીને કુલ ૧૦૮ ગુણો છે. આ ગુણો પણ યથાસ્થાને આગળ સમજાવીશુ. પ્રશ્ન :- નવકારવાળીના (માળાના) મણકા ૧૦૮ શા માટે રાખવામાં
આવે છે? ઉત્તર :- ઉપર કહ્યા મુજબ પાંચ પરમેષ્ઠિના ગુણો ૧૦૮ છે. તે તમામ ગુણોને યાદ કરવા માટે ગુણોની સંખ્યા પ્રમાણે મણકા ૧૦૮ છે એકેક મણકો એકેક ગુણને સ્મરણમાં લાવવાનો છે. જેથી ગુણોની પ્રાપ્તિ થાય ૧ યથાસ્થાને = જ્યાં જ્યાં અવસર આવશે ત્યાં ત્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org