________________
ડંખ, માયાનો ડંખ, નિયાણ-મિથ્યાત્વ આ બધા દોષો હૃદયમાં હોય છે. માટે ત્યાંથી પરિહરવા જણાવ્યું. પછીથી મુહપત્તીને જમણા હાથમાં રાખીને ડાબા ખભા ઉપર અને નીચે પ્રમાર્જના કરતાં કરતાં (૪૧) ક્રોધ, (૪૨) માન પરિહરે, બોલીને મુહપત્તિી ડાબા હાથમાં લઈ જમણા હાથના ખભા ઉપર અને નીચે પ્રમાર્જના કરતાં (૪૩) માયા અને (૪૪) લોભ પરિહરું એમ બોલવું. ત્યારબાદ મુહપત્તી ઘડી પ્રમાણે વ્યવસ્થિત વાળી જમણા હાથમાં રાખી ઊભા થઈ જવું. અને ચરવળા વડે પગની નીચે પ્રમાર્જના કરવી.
એક પગની નીચે પ્રમાર્જના કરતાં (૪૫) પૃથ્વીકાય, (૪૬), અકાય અને (૪૭) તેઉકાયની રક્ષા કરું એમ બોલી બીજા પગની નીચે પ્રમાર્જના કરતાં (૪૮) વાયુકાય (૪૯) વનસ્પતિકાય અને (૫૦) ત્રસકાયની જયણા કરું. એમ બોલવું જેથી મુહપતીના ૫૦ બોલો પૂરા થાય. અને બહુ જ સૂક્ષ્મ રીતે જીવોની રક્ષા થાય છે.
સામાયિક પાળતી વખતે પોતાના આત્માની નિર્મળતા માટે સામાયિયવયજુત્તો સૂત્ર બોલ્યા પછી આ પ્રમાણે બોલવામાં આવે છે -
૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના એવં બત્રીસ દોસમાંહે જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડ છે
આ પદમાં સામાઈકની અંદર ૩ર દોષોનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. ભૂલથી અથવા જાણતાં-અજાણતાં આ બત્રીસ દોષોમાંના કોઈપણ દોષો લગાડ્યા હોય, તો તેની આ સૂત્ર બોલવા વડે ક્ષમા માગવામાં આવી છે. તે બત્રીસ દોષો આ પ્રમાણે - મનના ૧૦ દોષો આ પ્રમાણે :
(૧) દુશ્મન જોઈ તેના ઉપર દ્વેષ કરવો
(૨) મનમાં અવિવેકવાળા વિચારો કરવા ૧ પ્રમાર્જના= જીવોની રક્ષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org