________________
ભૂમિની અંદર ઊભા રહી ઉધરસ-ખોંખારો ખાઈને કે તાલી પાડી, ટેબલ ખખડાવીને ભૂમિની મર્યાદા બહાર ઊભેલી વ્યક્તિનું ધ્યાન ખેંચ્યું હોય, તેની સાથે વાતચીત કરી હોય, (૪) રૂપાનુપાત = બહારની ભૂમિમાં ઊભેલી વ્યક્તિને બારી કે કાચમાંથી પોતાનું મુખ દેખાડી જાણકારી કરી હોય, તથા (૫) પુદ્ગલપ્રક્ષેપ = બહારની ભૂમિમાં ઊભેલી વ્યક્તિ ઉપર કાંકરો-પથ્થર કે કોઈ પણ પદાર્થ નાખી તેનું ધ્યાન દોર્યું હોય. એમ દેશાવગાસિક નામના દસમા વ્રતમાં અર્થાત્ બીજા શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. ॥ ૨૮ ॥
“સંથારુચ્યાવિહિ, પમાય તહ ચૈવ ભોયણાભોએ 1 પોસહવિહિવિવરીએ, તઈએ સિફ્નાવએ નિંદે ॥ ૨૯ II
આ ગાથામાં અગ્યારમા ‘‘પૌષધવ્રતના’” અર્થાત્ ત્રીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારોનું વર્ણન છે. આત્મામાં ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. આ પૌષધ એટલે એક દિવસ સાધુ જેવું જીવન જીવવું, ઘરનો ત્યાગ કરી ઉપાશ્રયે જઈ સામાયિકવ્રત ઉચ્ચરી આખો દિવસ સતત ધર્મધ્યાનમાં લીન થવું તે પૌષધ. સામાયિકવ્રત ૪૮ મિનિટનું હોય છે. અને પૌષધવ્રત ઓછામાં ઓછું એક દિવસનું એટલે ૪ પ્રહરનું હોય છે. અને રાતદિવસનો પૌષધ કરીએ તો ૮ પ્રહરનું હોય છે. આ રીતે સાધુ-મહાત્મા જેવું સંસારના ત્યાગસ્વરૂપ આ પૌષધવ્રત સ્વીકારીને પછી મોહને વશ પાંચ અતિચારો થઈ ચૂક્યા હોય તો તેની આ ગાથામાં હું નિંદા કરું છું. (૧) સંસ્થારવિધિવિપરીત = બેસવાનું આસન, અને ઊંઘવાનું માટેનું વસ્ત્ર તે સંથારો કહેવાય, તે જ્યાં પાથર્યો હોય તે ભૂમિ જોઈ ન હોય, પૂંજી ન હોય, બરાબર ન જોઈ હોય, એમ પૌષધના વ્રતથી જે કંઈ વિપરીત આચરણ કર્યું હોય;
(૨), (૩) ઉચ્ચારવિધિવિપરીત
લઘુનીતિ તથા વડીનીતિપ
=
૧ ખોંખારો = ઉધરસ. ૨ પ્રહર = ત્રણ ક્લાક. ૩ અતિચારો = દોષોભૂલો ૪ લધુનીતિ માતૃ કરવું, પેશાબ કરવો, બાથરૂમ જવું. ૫ વડીનીતિ
સંડાસ જવું, સ્થંડિલ જવું.
=
Jain Education International
=
=
For Private & Personal Use Only
www.jainelibrary.org