________________
અન્ય શાસ્ત્રોથી આત્માને શું લાભ ? તે શાસ્ત્રો તો આત્માને નરકે લઈ જનારાં છે. માતાનું આવું વચન સાંભળી તોસલિપુત્ર આચાર્ય પાસે અધ્યયનો ભણવાની યોગ્યતા મેળવવા માટે દીક્ષા લીધી. તેમની પાસે જેટલું દૃષ્ટિવાદ હતું તેટલું ભણી લીધું. પછી તે વજસ્વામી પાસે ગયા. સાડાનવ પૂર્વનો અભ્યાસ કરી માતા-પિતાદિને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. જૈન શ્રુતજ્ઞાનના દિવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર વિભાગો જુદા પાડ્યા. (૪૦) ઉદાયનરાજર્ષિ
વીતભય નગરીના રાજા હતા. પોતાના ભાણેજ કેશીને રાજગાદી આપી દીક્ષા લીધી. વિહાર કરતાં તેઓ એક વખત વીતભયનગરમાં પધાર્યા. રાજાના મંત્રી દ્વારા તેમના ઉપર વિષનો પ્રયોગ થયો. દેવની સહાયથી એક વખત બચી ગયા. મંત્રીએ બીજીવાર પણ વિષપ્રયોગ કર્યો. તે સફળ થયો. પોતાને ઝેર અપાયું છે એમ જાણવા છતાં શુભધ્યાનમાં રહ્યા. મરીને સ્વર્ગે ગયા. (૪૧) મનકમુનિ
શ્રી શય્યભવસૂરિના શિષ્ય અને પુત્ર, તેમનું આયુષ્ય અતિશય અલ્પ હતું. તેથી સાધુધર્મનું જલ્દી જ્ઞાન થાય તે માટે સૂરિજીએ સિદ્ધાન્તોમાંથી ઉદ્ધરીને દશવૈકાલિક સૂત્ર બનાવ્યું જે આજે સુપ્રસિદ્ધ છે. તેનો અભ્યાસ કરી છ માસ ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. (૪૨) કાલિકાચાર્ય
શ્રીપુરનગરના પ્રજાપાળ રાજાના પુત્ર પોતાના ભાણેજ બળમિત્ર અને ભાનુમિત્રના આગ્રહથી તેઓ ભરુચમાં ચોમાસું રહ્યા. પરંતુ પૂર્વભવના વૈરી ગંગાધર પુરોહિતે રાજાના કાન ભંભેર્યા. ચોમાસામાં અન્ય સ્થળે વિહાર કરાવ્યો. તેઓ પ્રતિષ્ઠાનપુર નગરમાં આવ્યા. ત્યાંના રાજા શાલિવાહને મહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો.
પ્રતિમા - ૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org