________________
આવ્યું નથી. (૨૪) રેવતી
ભગવાન મહાવીર સ્વામીની આ પરમશ્રાવિકા હતી. ગોશાળાએ જ્યારે ભગવાન્ ઉપર તેજોલેશ્યા છોડી ત્યારથી ભગવાનને જે રોગ થયો તે રોગના નિવારણ અર્થે ભક્તિભાવથી કોળાપાક (બીજોરાપાક) પ્રભુને વહોરાવી તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. આવતી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમા તીર્થંકર થશે. (૨૫) કુંતી
પાંચ પાંડવોની માતા અત્યન્ત ધર્મિષ્ઠ હતી. તેમના પુત્રો શત્રુંજય પર્વત ઉપર મોક્ષે ગયા છે. (૨૬) શિવા
ચેટકરાજાની પુત્રી અને ચંડપ્રદ્યોતન રાજાની પત્ની પરમશીલવતી હતી. દેવે કરેલા ઉપસર્ગથી પણ ચલાયમાન થઈ નહિ. ઉજ્જયિણી નગરીમાં જ્યારે જ્યારે અગ્નિ લાગતો ત્યારે આ દેવીના હાથે પાણી છાંટવાથી અગ્નિ શાન્ત થતો. અને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ. (૨૦) જયંતી
કૌશામ્બી નગરીના શતાનીક રાજાની બહેન, અને મૃગાવતીની નણંદ, ખૂબ વિદુષી હતી. પ્રભુ મહાવીરને ઘણા તાત્ત્વિક પ્રશ્નો પૂડ્યા હતા. પ્રભુએ અનુપમ ઉત્તરો આપી તેણીને સંતોષ આપ્યો હતો. અન્ને દીક્ષા લઈ કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ. (૨૮) દેવકી
વસુદેવની પત્ની, અને શ્રીકૃષ્ણની માતા. તેના ભાઈ કંસને કોઈ જ્ઞાનીના વચનથી ખબર પડી કે દેવકીનું સંતાન તેને હણશે. એટલે દેવકીનાં જન્મેલાં સંતાનો ભદિલપુરમાં નાગશેઠને ત્યાં મોટાં થતાં હતાં. અને તેની જ પત્નીથી જન્મેલાં મૃત બાળકો તેના હાથમાં
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org