________________
૧૮૦ પ્રતિમાજી છે તેથી ૭,૭૨,૦૦૦૦૦×૧૮૦ ૧૩,૮૯,૬૦,૦૦૦૦૦ એટલે કે તેરસો ક્રોડ (તેર અબજ) નેવ્યાસી ક્રોડ અને સાએઠ લાખ પ્રતિમાજીને હું વંદના કરું છું. હવે તિńલોકમાં એટલે મનુષ્યલોકમાં ૩૨૫૯, બત્રીસો ઓગણસાએઠ દેરાસરો છે. તેમાંથી (સાએઠ દેરાસરોમાં ચાર દરવાજા હોવાથી એકસો ચોવીસ અને બાકીનામાં ત્રણ દરવાજા હોવાથી એકસોવીસ ૬૦×૧૨૪ + ૩૧૯૯૪૧૨૦=૩૯૧૩૨૦ ત્રણ લાખ એકાણું હજા૨ ત્રણસો વીસ પ્રતિમાજી છે. તેમને પ્રણામ કરું છું. ૮/૯૫
વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તેહ । ૠષભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણગેહ ||૧૦|l સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ II વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર કુર 119911 વ્યંતર દેવોનાં નગરો, તથા જ્યોતિષ્ક દેવોનાં વિમાનો અસંખ્યાતા છે. તે નથી ગણી શકાતાં કે નથી કહી શકાતાં, તેથી તેમાં જે કોઈ શાશ્વતી પ્રતિમાઓ છે તે સર્વને હું પ્રણામ કરું છું. આ સર્વ મન્દિરોમાં ઋષભદેવ, ચંદ્રાનન, વારિષણ તથા વર્ધમાન એ ચાર નામવાળી જે શાશ્વત પ્રતિમાઓ છે તેને હું ભાવથી પ્રણામ કરું છું. હવે પ્રસંગ વંદનાનો ચાલે છે માટે આ મૃત્યુલોક ઉપર પ્રસિદ્ધ એવાં તીર્થોને પણ વંદના કરે છે કે સમેતશિખર પર્વત ઉપર વીસ ભગવાન મોક્ષે ગયા છે માટે હું સમેતશિખરજીને પ્રણામ કરું છું. તથા અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજાએ ૪-૮-૨-૧૦ = એમ ચોવીસ પ્રતિમાઓ સ્થાપિત કરી છે. તેથી અષ્ટાપદ ઉપર બિરાજમાન ૨૪ ભગવંતોને હું પ્રણામ કરું છું તથા વિમલાચલ (શત્રુંજય), ગિરનાર પર્વત તથા આબુ પર્વત ઉપર જે જિનચૈત્યો છે તે સર્વેને હું પ્રણામ કરું છું. I|૧૦|૧૧||
સિંહ ની
Jain Education International
For Private & Personal Use Only
=
www.jainelibrary.org