________________
વિચારીએ :
“સકલ તીર્થ વંદું કર જોડ, જિનાવર નામે મંગલકોડ ! પહેલે સ્વર્ગે લાખ બત્રીસ, જિનવર ચૈત્ય નમું નિશદિશાના બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં ! ચોથે વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર આશા
સર્વે તીર્થોને બે હાથ જોડીને વંદના કરું છું, કારણ કે જિનેશ્વર ભગવન્તના નામે કરોડો મંગળ થાય છે. પહેલા દેવલોકમાં બત્રીસ લાખ દેરાસરો છે. તેમાં રહેલા જિનેશ્વરોને હું રાતદિવસ નમસ્કાર કરું છું. બીજા દેવલોકમાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજા દેવલોકમાં બાર લાખ, ચોથા દેવલોકમાં આઠ લાખ, અને પાંચમા દેવલોકમાં ચાર લાખ દેરાસરોને ૬ (તેમાં રહેલી મૂર્તિઓને) હું પ્રણામ (નમસ્કાર) કરું છું. એ રા “છક્કે વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહક્સ પ્રાસાદ II આઠમે વર્ગ છ હજાર, નવ દસમે વંદું શત ચાર III અગ્યાર બારમે ત્રણસેં સાર, નવ ઝવેચકે ત્રણસેં અટાર ! પાંચ આનુવર સર્વે મળી, લાખ ચોરાસી અધિકાં વળી II
છઠ્ઠા દેવલોકમાં પચાસ હજાર, સાતમા દેવલોકમાં ચાલીસ હજાર જિનપ્રાસાદો છે. આઠમા દેવલોકમાં છ હજાર, નવમા તથા દસમા એમ બને દેવલોકમાં મળીને ચારસો જિનમંદિરો છે. તથા અગ્યારમા અને બારમા દેવલોકમાં ત્રણસો જિનમંદિરો છે. નવ રૈવેયકમાં ત્રણસો અઢાર જિનમંદિરો છે, અને સૌથી ઉપર પાંચ અનુત્તરવાસી દેવોમાં પાંચ જિનમંદિરો છે. હવે વૈમાનિક દેવલોકના ૧૨ દેવલોક, ૯ રૈવેયક અને પાંચ અનુત્તર એમ સર્વેમાં મળીને કુલ દેરાસરો કેટલાં છે ? તે કહે છે કે ચોર્યાસી લાખથી અધિક. જા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org