________________
શંખેશ્વર કેસરીયો સાર, તારંગે શ્રી અજિત જુહાર | અંતરૂિખ વર કાણો પાસ, જીરાવલો ને થંભણ પાસ ગામ નગર પુર પાટણ જેહ જિનવર ચૈત્ય નમું ગુણગેહ I વિહરમાન વડું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ II૧૩
શંખેશ્વર પાર્શ્વનાથ, કેસરીયા તથા તારંગામાં શ્રી અજિતનાથ પ્રભુ, અંતરિક્ષ અને વરકાણા, પાર્શ્વનાથ, જીરાવલાજી તથા સ્વૈભણ પાર્શ્વનાથ પ્રભુ એમ અશાશ્વત તીર્થોને પણ હું પ્રણામ કરું છું. આ સાથે સામે હિન્દુસ્થાનમાં પ્રસિદ્ધ તીર્થોનું ચિત્ર આપેલ છે. (નાનું ગામડું હોય તે) ગામ, (તાલુકાનું ગામ હોય તે) નગર, (જિલ્લાનું ગામ હોય તે) પુર, અને (રાજધાનીનું જે ગામ હોય તે) પાટણ એમ ક્રમસર વિશાળ વિશાળ નગરોમાં જે જે જિનેશ્વરોનાં ચૈત્યો છે તે સર્વેને હું પ્રણામ કરું છું. તથા હાલ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિસ વિહરમાન ભગવન્તો તથા મોશે પહોંચી ગયેલા અનંત સિદ્ધભગવન્તોને હું રાત્રિદિવસ પ્રણામ કરું છું. I/૧૨/૧૩
અરીદ્વીપમાં જે આણગાર, અટાર સહક્સ શીલાંગના ધાર ! પંચ મહાવત સમિતિ સાર, પાલે પલાવે પંચાચાર ll૧૪ll બાહ્ય અભ્યતર ૫ ઉજમાલ, તે મુનિ વડું ગુણમણિમાલ ! નિતનિત ઊઠી કીર્તિ કરું જીવ કહે ભવસાગર તરું II૧૫ - ૧ જંબૂદ્વીપ, ૨ ધાતકીખંડ, ૩ અર્ધા પુષ્કરવર દ્વીપ, એમ આ અઢી દ્વીપની અંદર અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા, પાંચ મહાવ્રત પાળનારા, પાંચ સમિતિને ધારણ કરનારા, પાંચ આચારોને પાળનારા અને પળાવનારા, છ પ્રકારના બાહ્યતપને અને છ પ્રકારના અત્યંતર તપને કરવામાં ઉજમાલ એવા ગુણોરૂપી મણિઓની માલાતુલ્ય જે અણગાર (સાધુ ભગવન્તો) વિચરે છે તે મુનિઓને સવારે પ્રભાતે ઊઠીને દરરોજ પ્રણામ કરું છું. અને આવા ભાવથી પ્રણામ કરવા વડે આ સૂત્રના કર્તા જીવવિજયજી મહારાજ કહે છે કે હું ભવસાગર તરી જાઉં છું. I૧૪/૧૫
આ સૂત્રમાં ઊર્ધ્વલોક-અપોલોક તથા તિર્થાલોકમાં કેટલાં
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org