________________
પશ્ચિમ દિશામાં ગભારો છે. ત્યાં ૧૦૮ પ્રતિમાજી છે. એમ મળીને દેરાસરમાં કુલ ૧૦૮+૧૨=૧૨૦ ભગવાન છે.
તથા બાર દેવલોકમાં દેવો તથા ઇન્દ્રોને રાજ્યવ્યવસ્થા ચલાવવા માટે મોટી પાંચ સભાઓ છે. સભા એટલે હૉલ, મોટા રૂમ, વ્યાખ્યાન ખંડ એવા વિશાળ પાંચ ખંડો છે. તે દરેક ખંડો પણ ત્રણ ત્રણ દરવાજાવાળા છે. તેથી પ૪૩=૧૫ કુલ પંદર દરવાજા થાય છે. અને દરેક દરવાજે એકેક ચૌમુખજી મૂર્તિ છે. એટલે ૧૫*૪=૬૦ મૂર્તિઓ પાંચ સભામાં છે. ૧૨૦ મૂર્તિઓ મંદિરમાં અને ૬૦ મૂર્તિઓ પાંચ સભામાં, એમ મળીને સભાની મૂર્તિઓ સહિત એકેક વિમાનમાં ૧૮૦-૧૮૦ ભગવાન છે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોના દેવો અહમિન્દ્ર છે. તેથી ત્યાં રાજ્યવ્યવસ્થા નથી. પાંચ સભાઓ પણ નથી તેથી તે દેરાસરોમાં પાંચ સભાની ૬૦ મૂર્તિઓ નથી. ફક્ત દેરાસરની ૧૨૦/૧૨૦ મૂર્તિઓ જ છે. અધોલોકમાં જે ભવનપતિ દેવો વસે છે તેના એકેક ભવનમાં એકેક દેરાસર અને પાંચ-પાંચ સભાઓ છે. તેથી ૧૨૦૬૦=૧૮૦/૧૮૦ ભગવાન છે જ. વ્યંતર અને જ્યોતિષ્ક દેવો અગણિત (અસંખ્ય) છે. તેથી તેની સંખ્યા કહી શકાતી નથી. દેરાસરો પણ અગણિત
મનુષ્યલોકમાં જે શાશ્વત દેરાસરો છે તેમાં ૬૦ દેરાસરો ચાર દરવાજાવાળાં છે. પર નંદિશ્વર દ્વીપમાં, ૪ કુંડલ દ્વીપમાં અને ૪ રુચકદ્વીપમાં, એમ પર+૪+૪=૬૦. દેરાસરોમાં રાણકપુરના દેરાસરની જેમ ચારે દિશામાં ચાર દરવાજા છે. એકેક દરવાજે ચૌમુખજી છે. વચ્ચે ગભારો છે. તેમાં ૧૦૮ ભગવાન છે. એટલે કુલ ૪૮૪ = ૧૬ + ૧૦૮ = ૧૨૪ ભગવાન છે. બાકીનાં તિચ્છલોકનાં દેરાસરોમાં ત્રણ દરવાજા હોવાથી ૧૨૦/૧૨૦ ભગવંતો છે. આ પ્રમાણે આ સૂત્રની સામાન્ય રૂપરેખા સમજાવી. હવે આપણે ગાથા પ્રમાણે અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org