________________
તેની વારંવાર ક્ષમાપના કરતાં મૃગાવતીજીને કેવળજ્ઞાન થયું. ગાઢ અંધારામાં જતા સાપથી બચાવવા સૂતેલાં ચંદનબાળાનો હાથ તેમણે ખસેડ્યો. જાગી ગયેલાં ચંદનબાળાએ મને કેમ જગાડી? એમ પ્રશ્ન કર્યો. ગુરુજીને ખબર પડી કે મૃગાવતીજીને કેવળજ્ઞાન થયું છે. પછી ગુરુજીએ પણ વારંવાર ક્ષમાપના એવી કરી કે તેમને પણ કેવળજ્ઞાન થયું. બન્ને મોક્ષે પધાર્યાં.
(૧૯) પ્રભાવતી
ચેટકરાજાની પુત્રી, સિન્ધુસૌવીર દેશના છેલ્લા રાજર્ષિ ઉદયનની પત્ની હતી. જિનેશ્વર પ્રભુના ધર્મ પ્રત્યે અતિશય ભક્તિભાવવાળી સતી સ્ત્રી હતી. (૨૦) ચેલ્લણા
ચેટકરાજાની પુત્રી, શ્રેણિકરાજાની પત્ની, એક વખત કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભેલા મુનિને જોઈ તેના ઉપર ભક્તિબહુમાનપૂર્વક ઘેર આવી ચેલ્લાણા સૂઈ ગઈ. રાત્રે એક હાથ ઠંડીમાં બહાર રહી જતાં ઠરી ગયો. તે જોઈ “અહો તે (મુનિ) કેવી રીતે જીવતા હશે ?’ એમ બોલતાં શ્રેણિકને શંકા થઈ. પ્રભુ મહાવીરે તે શંકા દૂર કરી. અખંડ શીયળવ્રતના લીધે તે સતી સ્ત્રી ગણાય છે.
(૨૧-૨૨) બ્રાહ્મી-સુંદરી
શ્રી ઋષભદેવની બન્ને પુત્રીઓ હતી એક લિપિમાં પ્રવીણ હતી. બીજી ગણિતમાં પ્રવીણ હતી. બન્ને બહેનોએ શ્રી ઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા લઈ ઉજ્જળ જીવન જીવ્યું હતું. બાહુબલિને ઉપદેશ આપવા માટે આ બન્ને બહેનો સાથે ગઈ હતી.
(૨૩) રુક્મિણી
આગળ ૪૦મા નંબરમાં જે કૃષ્ણની પટ્ટરાણી રુક્ષ્મણી આવે છે તેનાથી આ જુદી સતી સ્ત્રી છે. પરંતુ ચરિત્ર બહુ જાણવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org