________________
પત્ની, પ્રભુ પાસે લીધેલાં બારે વ્રતો અડગ પણે પાળ્યાં હતાં, શક્રેન્દ્ર પણ દેવસભામાં તેના શિયળની પ્રશંસા કરી હતી. અત્યન્ત ધર્મપરિણામવાળી સતી સ્ત્રી હતી. (૧૦) સુયેષ્ઠા
ચેટકરાજાની પુત્રી હતી. કરેલા સંકેત મુજબ શ્રેણિક રાજા તેને લેવા આવ્યો. પરંતુ ભૂલથી તેની બહેન ચેલણાને લઈ ચાલતો થયો. તેથી વૈરાગ્ય પામી દીક્ષા લઈ વિવિધ તપોનું અનુષ્ઠાન કરી આત્મલ્યાણ સાધ્યું (૧૮) મૃગાવતી
ચેટકરાજાની પુત્રી, કૌશામ્બીના શતાનીક રાજાને પરણી હતી. એક વખત તેનો અંગુઠો માત્ર જોઈ કોઈ ચિત્રકારે તેની આખી છબી ચીતરી. તે જોઈ શતાનીક રાજા ગુસ્સે થયો અને ચિત્રકારનું અપમાન કર્યું. તેથી ચિત્રકારે તે છબી ઉજ્જયિણી નગરીના રાજા ચંડપ્રદ્યોતનને બતાવી. ચંડપ્રદ્યોતને શતાનીક પાસે મૃગાવતીની માગણી કરી પરંતુ શતાનીકે તે નકારી કાઢી. ચંડપ્રદ્યોતને કૌશામ્બી ઉપર ચડાઈ કરી તે જ રાત્રે તાવથી શતાનીક રાજા મરણ પામ્યો. બુદ્ધિચાતુર્યથી મૃગાવતીએ ચંડપ્રદ્યોતનને પાછો કાઢ્યો. નગરને ફરતો મજબૂત કિલ્લો બનાવી દીધો. પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા ત્યારે નગરના દરવાજા ખોલ્યા. મૃગાવતી પ્રભુને વંદન કરવા ગઈ અને ચંડપ્રદ્યોતન રાજા પણ પ્રભુને વંદન કરવા આવ્યો. સમોવસરણમાં જ પોતાના બાળક ઉદયનને ચંડપ્રદ્યોતનના ખોળામાં મૂકી, તેને સમર્પિત કરી તેની સમ્મતિ લઈ પ્રભુ પાસે દીક્ષા લઈ ચંદનબાળાનાં શિષ્યા બની આત્મકલ્યાણ સાધ્યું. ચંડપ્રદ્યોતને તેના બાળ ઉદયનને કૌશામ્બીની ગાદી ઉપર બેસાડ્યો.
એક વખત પ્રભુની વાણી સાંભળતાં મોડું થવાથી ઉપાશ્રય આવ્યાં ત્યારે ગુરુજી શ્રી ચંદનબાળાએ મૃગાવતીજીને ઠપકો આપ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org