________________
(૧૦) સુભદ્રાસતી
પિતા જિનદાસ, માતા તત્ત્વમાલિની, તેનાં સાસરિયાં, બૌદ્ધધર્મવાળાં હોવાથી સુભદ્રાને બહુ સતાવતાં હતાં, પરંતુ પોતાના ધર્મથી તે જરાપણ ચલિત ન થતી. એક વખત મુનિની આંખમાં પડેલું તણખલું પોતાની જીભ અડાડવા વડે ઘૂંકથી ખેંચ્યું. તેનાથી તેના ઉપર કલંક આવ્યું. તે દૂર કરવા માટે શાસનદેવીની આરાધના કરી. બીજા દિવસે નગરના દરવાજા બંધ થઈ ગયા અને આકાશવાણી થઈ કે “જે કોઈ સતી સ્ત્રી કાચા સુતરના તાંતણાથી ચાલણી બાંધી તેના વડે કૂવામાંથી પાણી કાઢીને છાંટશે તો તેનાથી ચંપાનગરીના દરવાજા ઊઘડશે. આ અસાધારણ કામ કોઈ સ્ત્રીઓએ કર્યું નહીં અને સતી સુભદ્રાએ કર્યું અન્ને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી બોલે ગઈ. (૧૧) રાજિમતી
શ્રી નેમિનાથ પ્રભુ જેને પરણવા ગયેલા, પશુઓના પોકાર સુણીને પાછા વળ્યા. આદરેલાં લગ્ન અધૂરાં રહ્યાં. પરંતુ મનથી નેમિનાથને વરી ચૂકેલી આ રાજિમતીએ નેમનાથ પ્રભુની પાછળ ધર્મારાધન કરવા દીક્ષા ગ્રહણ કરી. મન-વચન-કાયાથી ઉત્તમ વ્રત પાળી, પ્રભુ નેમનાથનાં પ્રથમ સાધ્વીજી બન્યાં, એક વખત ગિરનાર પર્વત ઉપર વરસાદથી ભીંજાયેલાં વસ્ત્ર સૂકવવા તેઓ ગુફામાં ગયાં જે ગુફામાં નેમનાથ ભગવાનના નાના ભાઈ રહનેમિ સાધુ અવસ્થામાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં હતા. એકલાં નિર્વસ્ત્ર રાજિમતીને જોઈને તેઓ કામાતુર થયા. પરંતુ રાજિમતીએ ધર્મોપદેશ આપી સ્થિર કર્યા. છેવટે કેવલી થઈ મોક્ષે ગયાં. (૧૨) નષિદના
હરિષણ નામના તાપસની પુત્રી, કનકરથ રાજાની રાણી. કર્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org