Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 227
________________ વગેરે સંવરભાવ રાખ. (૨૯) બોલવામાં પ્રિય, પથ્ય' અને તથ્ય બોલવારૂપ ભાષાસમિતિ રાખ. (૩૦) પૃથ્વીકાયાદિ છએ કાયા ઉપર કરુણા (લાગણી-દયા) રાખ. (૩૧) ધાર્મિક = ધર્મપ્રિય આત્માઓનો તું સંસર્ગ રાખ. (૩૨) ચક્ષુ-શ્રોત્ર વગેરે પાંચે ઇન્દ્રિયોનું તું દમન કર. (૩૩) સર્વવિરતિ ચારિત્ર લેવાનો તું ભાવ રાખ. ॥ ૪॥ “સંઘોવરિ બહુમાણો, પુત્શયલિહણં પભાવણા તિર્થે । સઢાણ કિચ્ચમેઅં, નિસ્યં સુગુરુવઐસેણં || ૫ || (૩૪) સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ શ્રીસંઘ ઉપર હૈયાનું તું ઘણું જ બહુમાન રાખ. (૩૫) તારી પોતાની શક્તિને અનુસારે પણ પુસ્તકો લખ અને લખાવ. તથા લખતાને મદદગારસહાયક થા. (૩૬) જૈનશાસન બીજા લોકો પણ કેમ પામે એમ તું પ્રભાવના કર. આ પ્રમાણે ગુરુજીના ઉપદેશને અનુસારે કરવા લાયક એવાં ૩૬ કાર્યો શ્રાવકોનાં છે. || પા આ સજ્ઝાયમાં બતાવેલાં તમામ કર્તવ્યો સમજાય તેવાં છે. શ્રાવકજીવનમાં સંપૂર્ણ આરંભ-સમારંભનો ત્યાગ ન હોવાથી સ્વપરનું કલ્યાણ થાય એવાં કાર્યો અવશ્ય કરવાં. આ કાર્યો જીવને ધર્મમાં જોડે છે, ધર્મમાં પ્રેરે છે, પામેલા ધર્મમાં વધાર ને વધારે સ્થિર કરે છે. આપણા સહવાસથી બીજા જીવો પણ ધર્મમાં જોડાય છે. પા શ્રીસકલતીર્થ-વંદના સૂત્ર - ૫૧ આ સૂત્રમાં ઊર્ધ્વલોક-અધોલોક તથા તિńલોકમાં જે કોઈ અરિહંત પરમાત્માઓનાં જિનમંદિરો તથા જિનમૂર્તિઓ છે તેઓને તથા આ ભૂમિ ઉપર અશાશ્વત જિનબિંબો છે તેમને તથા ધર્મગુરુ આદિ તમામ ઉપકારી દેવ-ગુરુને નમસ્કાર કરવામાં આવ્યો છે. જીવવિજયજી મહારાજે આ સૂત્ર રચ્યું છે. સરળ ગુજરાતી ભાષામાં જ છે. ૧ સંવરભાવ = આવતાં કર્મો રોકાય તેવો ભાવ. ૨ પ્રિય = મીઠું બોલવું. ૩ પથ્ય = હિતકારક–ફાયદાકારક. ૪ તથ્ય = સાચું, યથાર્થ. ૫ દમન કર = કંટ્રોલ કર ૬ ક્તવ્યો = કરવાલાયક કામો. પ્રતિક્રમણ મોદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252