________________
સાંભળી દીક્ષા લીધી હતી. દુકાળ વખતે બીજા કોઈ સાધુઓ ન હોવાથી વૃદ્ધ એવા અર્ણિકાપુત્રની પુષ્પચૂલા સાધ્વીજી સેવા કરતાં કેવળજ્ઞાન પામ્યાં હતાં. (૩૩ થી ૪૦) પદ્માવતી-ગૌરી-ગન્ધારી-લક્ષ્મણા-સુસીમાજંબૂવતી-સત્યભામા-રૂક્ષમણી
આ આઠે કૃષ્ણની પટ્ટરાણીઓ હતી. તેમના શીયળની કસોટી જુદા-જુદા વખતે થઈ હતી. પરંતુ તે દરેક પટ્ટરાણીઓ તેમાંથી પાર ઊતરી હતી. છેવટે તે આઠે પટ્ટરાણીઓએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું હતું. (૪૧ થી ૪૭) ચક્ષા-ચક્ષદરા-ભૂતા-ભૂતદત્તા-સેરા-વેણા-રેણા
આ સાતે સ્થૂલિભદ્રની બહેનો હતી. તેમની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી. પહેલાને એકવાર, બીજીને બે વાર એમ સાતમીને સાતવાર સંભળાવવાથી બધું કંઠસ્થ રહેતું હતું. તે સાતે બહેનોએ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું છે. શ્રી મહ જિણાણ (શ્રાવક-કૃત્ય)ની સજઝાય સૂગ - ૫૦
આ સઝાયમાં શ્રાવકને કરવા યોગ્ય છત્રીસ પ્રકારના ઉત્તમ સદાચારોરૂપ કર્તવ્યો બતાવ્યાં છે. દરેક શ્રાવકે તે કરવામાં યથાશક્તિ ઉદ્યમવંત થવું જરૂરી છે. એકેક કાર્ય પોતાના કલ્યાણનું કરનારું છે તથા શાસનની પ્રભાવના કરનારું છે. “મહ જિણાણે આણં, મિષ્ઠ પરિહર ધરહ સમજું ! છબિહાવરસર્ચ મિ, ઉજનો હોઇ પઇદિવસ / ૧ /
(૧) જિનેશ્વર ભગવન્તોની આજ્ઞા તું માન, (૨) મિથ્યાષ્ટિપણાનો તું ત્યાગ કર. (૩) સમ્યગ્દષ્ટિપણાને તું ધારણ કર. (૪થી૯) સામાયિક, ચકવીસત્યો વગરે જે છ આવશ્યક કાર્યો છે તેમાં દરરોજ બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org