________________
આવતાં હતાં. છેવટે સાતમું બાળક શ્રીકૃષ્ણ નંદની પત્ની યશોદાને સોંપાયું. આ દેવકી પરમશ્રાવિકા હતી. શ્રાવકનાં બાર વ્રતો બરાબર પાળતી હતી, ધર્મપ્રિય હતી. (૨૯) દ્રૌપદીજી
પાંચ પાંડવોની પત્ની. છતાં ક્રમસરના નિયમમાં અડગ હતી. તેથી સતી ગણાય છે. (૩૦) ધારિણી
ચેટકરાજાની પુત્રી, ચંપાપુરીના દધિવાહન રાજાની પત્ની અને ચંદનબાળાની માતા હતી. શતાનીક રાજા ચંપાનગરી ઉપર ચડી આવતાં દધિવાહન રાજા ભાગી ગયો. ધારિણી અને વસુમતીને સુભટોએ પકડી. રસ્તામાં અનુચિત માગણી કરતાં ધારિણીએ શીલની રક્ષા માટે જીભ કચરીને પ્રાણનો ત્યાગ કર્યો હતો. (૩૧) કલાવતી
શંખરાજાની પરમ શીલવતી સ્ત્રી. ભાઈએ મોકલેલ કંકણોની જોડી પહેરીને પ્રશંસાનાં વાક્યો બોલતી હતી. તેથી રાજાને તેના શીયળ ઉપર શંકા આવી. કંકણ સહિત તેનાં કાંડાં કાપવાનો હુકમ કર્યો. મારાઓએ જંગલમાં લઈ જઈ કંકણ સહિત તેનાં કાંડાં કાપ્યાં પરંતુ શીયળના દિવ્યપ્રભાવે તેના હાથ હતા તેવા થઈ ગયા. જંગલમાં તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. આગળ જતાં તાપસના આશ્રમે આશ્રય લીધો. કાળાન્તરે શંકા દૂર થતાં પતિ પસ્તાયો. તે સ્ત્રીની શોધમાં ચાલ્યો. કેટલાંક વર્ષો બાદ બંનેનું મિલન થયું. પરંતુ તાપસના સહવાસથી જીવનનો રંગ પલટાઈ ગયો હતો. છેવટે દીક્ષા લઈ આત્મકલ્યાણ કરી સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને મોક્ષે ગઈ. (૩ર) પૂષ્પચૂલા
પુષ્પચૂલ રાજાની રાણી હતાં. તેમણે અર્ણિકાપુત્રની ધર્મદેશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org