________________
ઉદયે અનેક પ્રકારની કસોટીમાંથી તેને પસાર થવું પડ્યું. પરંતુ બધામાં તે પાર ઊતરી. અન્ને દીક્ષા લઈ સિદ્ધિપદ પામી. (૧૩) પદ્માવતી
ચંપાનગરની દધિવાહન રાજાની પત્ની, રાજર્ષિ કરકંડુની માતા અત્યન્ત ધર્મપ્રિય સતી સ્ત્રી હતી. (૧૪) અંજના સતી.
પવનંજયની પત્ની અને હનુમાનની માતા સતી અંજના. પરણતાં જ પતિનું મન દુઃખાવાથી તરછોડાયેલી તેણીએ પતિના વિરહમાં ૨૨ વર્ષ ગાળ્યાં. એક વખત યુદ્ધ માટે બહાર ગયેલા પવનને ચક્રવાક પક્ષીઓની મૈથુનક્રીડા જોઈને પોતાની સ્ત્રી યાદ આવી. પત્નીને મળવા માટે તે ગુપ્ત રીતે પાછા આવ્યા. એક રાત તે પત્ની સાથે રહ્યા. તેમાં અંજના સગર્ભા બની. પવન આવ્યાની વાત કોઈએ જાણી નહિ. પવને પોતે આવ્યાની સાક્ષી રૂપે વીંટી આપેલી પરંતુ તે કોઈએ માની નહિ. તેથી અંજના કલંકિત બની. સાસુ -સસરાએ કાઢી મૂકી પિતાને ઘેર ગઈ તો કલંક્તિ પુત્રીને પિતાએ પણ સ્થાન ન આપ્યું. છેવટે જંગલમાં ગઈ. અનેક સંકટો સહન કર્યા. પૂર્ણ માસે હનુમાનજી જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. અંજના શીયળવ્રતમાં અડગ રહી. પતિ પરદેશથી આવતાં બધી વાત બહાર આવી. પતિ અંજનાની શોધમાં નીકળ્યા. અંતે બંને મળ્યાં. છેવટે બન્ને જણ દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયાં. (૧૫) શ્રીદેવી
શ્રીધર રાજાની પરમ શીલવતી સ્ત્રી, વારાફરતી બે વિદ્યાધરોએ તેનું અપહરણ કર્યું. ચારિત્રથી ચલિત કરવા કોશિશ કરી. પરંતુ પર્વતની જેમ અતિશય નિશ્ચલ રહી. છેવટે ચારિત્ર લઈ સ્વર્ગ ગઈ. ત્યાંથી મોક્ષમાં જશે. (૧૬) જયેષ્ઠા
ચેટકરાજાની પુત્રી, પ્રભુ મહાવીર સ્વામીના મોટાભાઈ નંદિવર્ધનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org