________________
મૂકીને ભાગ્યા. ચિલાતીએ સુષમાને મૂકી નહિ. પકડનાર બહુ જ નજીક આવી પહોંચ્યા એટલે ચિલાતીએ સુષમાનું મસ્તક કાપી નાખ્યું. ધડ ત્યાં રહેવા દઈ મસ્તક હાથમાં લઈ આગળ ચાલ્યો, છોકરીની હત્યા થયેલી જોઈ શેઠ વગેરે રડતા રડતા પાછા ફર્યા. ચિલાતીને આગળ જતાં કાઉસ્સગ્નમાં ઊભેલા મુનિ મળ્યા. ઉપશમ - વિવેક - સંવર એમ ત્રણ પદો બોલી મુનિ આકાશમાર્ગે ઊડી ગયા. ચિલાતી આ પદોનો અર્થ વિચારતાં ત્યાં જ કાઉસ્સગ્નમાં શુભધ્યાનમાં મગ્ન બન્યા, લોહીથી ખરડાયેલું શરીર હોવાથી કીડીઓએ શરીર ચાલણી જેવું કર્યું. છતાં સમભાવે સહન કરી શુભધ્યાનથી મરી સ્વર્ગે ગયા. (૩૬) યુગબાહુમુનિ
પાટલીપુત્ર નગર, વિક્રમબાહુરાજા પિતા, મદનરેખારાણી માતા, અત્યન્ત રૂપવાળી અનંગસુંદરી નામની પત્ની, સરસ્વતી અને વિદ્યાધરોની સહાયથી અનેક વિદ્યાઓ મેળવી. જ્ઞાનપંચમીનું આરાધન કરી, દીક્ષા લઈ, કર્મ ખપાવી કેળવજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા. (૩૩૮) આર્યમહાગિરિ-આર્યસુહસ્તિગિરિ
સ્થૂલિભદ્રજીના આ બન્ને શિષ્યો હતા. તે કાળે જિનકલ્પ વિચ્છેદ ગયો હતો છતાં આર્યમહાગિરિ ગચ્છમાં રહીને જિનકલ્પની તુલના કરતા હતા. અને આર્ય મહાગિરિએ ઉજ્જયિણીનગરીના સંપ્રતિરાજાને પ્રતિબોધી અનેક જૈન મંદિરો બનાવ્યાં અને અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી. અનાર્યદેશમાં પણ સાધુઓને વિહાર કરવાની સરળતા કરી આપી હતી. તેઓએ ઘણી શાસનપ્રભાવના કરી હતી. (૩૯) આર્ચરક્ષિતસૂરિ
પોતે બ્રાહ્મણ હતા. બ્રાહ્મણોનાં ઘણાં શાસ્ત્રો ભણીને આવ્યા. ગામે મોટો ઓચ્છવ ર્યો. ભારે સામૈયું કર્યું. પરંતુ જૈન ધર્મને પાળનારી માતાને આ ન ગમ્યું. દષ્ટિવાદના અભ્યાસ વિના હિંસાવર્ધક
છે તેવી વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org