________________
માટે મોકલેલી જિનપ્રતિમા જોઈને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી વૈરાગ્ય થવાથી આર્યદેશમાં આવી દીક્ષા લીધી. કેટલાંયે વર્ષો બાદ ભોગાવલી કર્મોના ઉદયથી ફરીથી અલ્પ ટાઈમ સંસારમાં આવી પુનઃ દીક્ષા લઈ અનેક જીવોને ધર્મબોધ આપી આત્મકલ્યાણ સાધ્યું. (૪૯) દઢ પ્રહારી
યજ્ઞદત્ત નામના બ્રાહ્મણના પુત્ર હતા. કુસંગથી ચોર બન્યા. એક વખત ચોરી કરતાં ગાય, બાહ્મણ, સગર્ભા સ્ત્રી અને બાળક, એમ ચારની હત્યા કરી, તેનાથી તેનું હૃદય દ્રવી ઊડ્યું. વૈરાગ્ય થવાથી દીક્ષા લીધી. પૂર્વે કરેલા પાપના વિનાશ માટે તે જ ગામની ભાગોળે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. ગામલોકોએ પથ્થરાદિ મારવા વડે ઘણા ઉપસર્ગો કર્યા. પરંતુ પોતે કર્મો કરેલાં છે એમ સમજી ઘણું સહન કર્યું. સમભાવ રાખી કર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યા. (૫૦) શ્રેયાંસકુમાર
શ્રી બાહુબલિના પૌત્ર, અને સોમયશ રાજાના પુત્ર હતા. ઋષભદેવ પ્રભુને એક વર્ષના ઉપવાસના અંતે શેરડીના રસથી પારણું કરાવ્યું. અને અતિશય ભક્તિભાવથી આત્મકલ્યાણ સાધ્યું. આજે પણ તેના અનુકરણરૂપે વર્ષી તપ તથા શેરડીના રસનું પારણું કરાય
(૫૧) કુરગડુ મુનિ
ધનદત્ત શ્રેષ્ઠીના પુત્ર હતા. આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પાસે દીક્ષા લીધી. અભુત ક્ષમાગુણ હતો. તપશ્ચર્યા કંઈ પણ કરી શકતા નહિ. એકવાર પ્રાતઃકાળમાં ગોચરી લાવીને વાપરવા બેઠા ત્યાં માસક્ષમણવાળા એક મુનિ આવ્યા. આજે પર્વના દિવસે પણ તું આહાર વાપરે છે ? એમ કહીને તેના ભોજનમાં ઘૂંકયું છતાં ઘણો જ સમભાવ રાખી તમારા જેવા તપસ્વીનો બડખો પણ અમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org