________________
પાસણપર્વ નજીક આવતાં હોવાથી અને સંવચ્છરી-પર્વ પાંચમનું હોવાથી તે જ પાંચમે મોટો ઇન્દ્ર મહોત્સવ થતો હોવાથી પાસણ આગળ-પાછળ કરવાની રાજાએ ઇચ્છા બતાવી. કાલકિાચાર્યે કહ્યું કે વિશિષ્ટ કારણોસર તે આરાધન આગળ થાય. પરંતુ પાછળ ન થાય. ત્યારથી સંવચ્છરી ચોથની થઈ.
સરસ્વતી સાધ્વીજીને ગર્દભિલ્લરાજા પાસેથી મૂકાવનાર બીજા પણ કાલિકાચાર્ય થયા છે તથા જિતશત્રુરાજાની ગાદી પચાવી પાડનાર ભાણેજ દત્તને યજ્ઞનું ફળ બતાવનાર દત્તના મામા ત્રીજા કાલિકાચાર્ય પણ થયા છે. સીમંધર સ્વામીએ ઈન્દ્ર મહારાજાને કહ્યા પ્રમાણે નિગોદનું સ્વરૂપ સમજાવનાર ઉપરોક્ત પ્રથમ કાલિકાચાર્ય હતા. (૪૩/૪૪) શાંબ-પ્રદ્યુમ્ન
શ્રી કૃષ્ણ મહારાજાની જાંબુવતીના પુત્ર શાંબ અને રુક્મિણીના પુત્ર પ્રદ્યુમ્ન હતા. બાલ્ય અવસ્થામાં અનેક લીલાઓ કરી, યુવાવસ્થામાં વિવિધ પરાક્રમો બતાવી, અંતે વૈરાગ્ય પામી દીક્ષા લઈ, કર્મ ખપાવી કેવલજ્ઞાન પામી શત્રુંજય પર્વત ઉપર મોક્ષે ગયા. (૪૫) મૂલદેવ
રાજકુમાર મૂળદેવ સંગીતાદિ કળામાં નિપુણ હતો. પરંતુ બહુ જ જુગારી હતો. પિતાએ તેને દેશવટો આપ્યો હતો. ઉજ્જૈણી નગરીમાં આવીને તે રહ્યો. આ મૂળદેવે સંગીતકળાથી દેવદત્તા નામની ગણિકાનો અને તેના કલાચાર્ય વિશ્વભૂતિનો પરાભવ કર્યો હતો. સંગીતકલાના કારણે વિશાળ રાજ્યનો, અને કલાપ્રિય એવી ચતુર દેવદત્તા ગણિકાનો તે સ્વામી બન્યો હતો. પાછળથી સત્સંગ થતાં વૈરાગ્ય પામી દીક્ષાપાળીને સ્વર્ગે ગયો છે. ત્યાંથી મોક્ષે જશે. (૪૬) પ્રભવસ્વામી પૂર્વે જણાવ્યા મુજબ જંબૂસ્વામીને ત્યાં લગ્નની પહેલી રાતે
૨૦ધ કે છે તેવશકીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org