________________
(૧) ઈહલોકારશંસાપ્રયોગ =આ લોકમાં ધર્મના પ્રભાવથી સુખી થવાની ઇચ્છા થવી તે.
(૨) પરલોકાશંસાપ્રયોગ =ધર્મના પ્રભાવથી પરભવમાં દેવ થવાની, સુખી થવાની, અથવા રાજા-મહારાજા કે ચક્રવર્તી થવાની ઇચ્છા થવી તે.
(૩) જીવિતાસંસાપ્રયોગ =સંસારનું સુખ આવે ત્યારે લાંબું લાંબુ જીવન ઇચ્છવું તે.
(૪) મરણશંસાપ્રયોગ =સંસારનું દુઃખ આવે ત્યારે મરણ ઇચ્છવું તે.
(૫) કામભોગાશંસાપ્રયોગ =અતિશય કામ-ભોગોની તથા તેનાં સાધનોની ઇચ્છા કરવી તે.
સંલેખનાવ્રતના આ પાંચ અતિચારોની હું નિન્દા તથા વિશેષનિન્દા કરું છું તથા આવા અતિચારો મને મરણાન્ત પણ ન હજો એમ ઇચ્છું છું. ૩૩
કાણ કાઇઅસ, પડિકમે વાઇઅર્સ વાયાએ ! માણસા માણસિઅરસ, સવાસ વગાઇઆરસ ૩૪ .
આ ગાળામાં સમ્યત્વવ્રત, શ્રાવકનાં બારવ્રત, તથા સંલેખનાવ્રત એમ સર્વે પણ વ્રતોના અતિચારોનું એકીસાથે પ્રતિક્રમણ કરેલું છે. ઉપરોક્ત સર્વે વ્રતોના જે કોઈ નાના-મોટા અતિચારો મેં કાયાથી કર્યા હોય, ભાષાથી બોલ્યો હોઉં, અને મનથી વિચાર્યા હોય, તે સર્વે અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. // ૩૪ | “વંદણ-વય-
સિખા, ગારસુ સનના-સાય દંડેસુલ ગુનીસુ આ સમિલ્સ અ, જે આ આઇઆરો તે નિટે ૩૫ .
આ ગાળામાં કરવા લાયક ઉત્તમ ધર્મકાર્યોમાં મારાથી જે કોઈ દોષ સેવાઈ ગયો હોય તેની નિન્દા કરું છું. એકેક ધર્મકાર્યને યાદકરીને અતિચારોની નિંદા કરું છું.
(૧) વંદનકાર્ય =બે પ્રકારનું છે. દેવને વંદન અને ગુરુને વંદન. આ બન્ને કાર્યો કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org