________________
બહુમાનથી વહોરાવવું જોઈએ તેને બદલે બિચારા મહારાજને વહોરાવું, અથવા સગાસંબંધી સમજી રાગ-દ્વેષથી વહોરાવવું તે ઉચિત નથી. તેની આ ગાથામાં નિંદા કરેલી છે. સાધુ-સાધવીજીને વહોરાવવાની નિંદા નથી. પરંતુ તેમાં રહેલા દયાના ભાવની, રાગભાવની તથા દ્વેષભાવની આ ગાથામાં નિંદા કરેલી છે. તે ૩૧ |
“સાહસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણપુસુ સંતે ફાસુ.દાણે, તે નિંદે ચ ગરિફામિ II ૩૨ II
ઘરમાં આપવા યોગ્ય આહાર તૈયાર હોય, તથા તપશ્ચર્યા-ચારિત્ર અને ક્રિયાથી યુક્ત એવા સાધુભગવન્તો પધાર્યાોય,છતાં મંતેઓનું આતિથ્ય ન સાચવ્યું હોય તેની નિંદા અને વિશેષ નિંદા કરું છું. ૩ર //
ઉત્તમ મહાત્માઓ આપણા આંગણે પધારે ત્યારે તેઓના ગુણો ઉપરના બહુમાનને લીધે “હું શું સેવા કરી છૂટું” એવી ભાવના હોવી જોઈએ તેને બદલે કોઈ પણ અગમ્ય કારણસર હું તેઓની ભક્તિબહુમાન ન કરી શક્યો હોઉં તો તેની આ ગાથામાં હું નિન્દા-વિશેષ નિન્દા કરું છું ૩૩
“ઈઅલોએ પરલોએ, જીવિઆ મરણે આ આસંસપઓગ પંચવિહો અઈચારો, મા મઝ હુઝ મરણંતે II ૩૩ II
આ ગાથામાં સંલેખના વ્રતના પાંચ અતિચારોનું વર્ણન કરેલું છે.
સંલેખના એટલે સંક્ષેપ કરવો, સંસારમાં હોવા છતાં સાંસારિક ભાવો ટૂંકાવવા, ઓછા કરવા, અત્યંત જરૂરિયાત સિવાયના ભાવોનો ત્યાગ કરવો તે સંખના.જેમ બારવ્રત લેતાં પહેલાં સમ્યકત્વવ્રત મૂળભૂત હોવાથી શોભાકારી છે તેમ આ સંખનાદ્રત બારવ્રતના ફળરૂપ હોવાથી શિખરતુલ્ય શોભાકારી છે. તે વ્રત ગ્રહણ કર્યા પછી નીચે મુજબ પાંચ અતિચારો સેવાયા હોય તો તેની નિંદા કરું છું. ૧ બહુમાન = અન્દરનો પૂજ્યભાવ. ૨ પ્રાસુકદાન = નિર્દોષ આહારનું દાન. ૩ આતિથ્ય = મહેમાનગીરી. ૪ અગમ્ય = ન કહી શકાય, ન જાણી શકાય તેવું કારણ.
દિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org