________________
જહા વિસ કુક-ગચં, મંત-મૂલ-વિસારયામાં વિજા હાંતિ મંતહિં, તો તે હવઇ નિલ્વિસ ૩૮ |
જેમ શરીરમાં વ્યાપ્ત થયેલા સર્પાદિના વિષને મંત્ર તથા જડીબુટ્ટીની જાણકારીમાં વિશારદ એવા વૈદ્યો મંત્રો વડે હણે છે અને તેથી આ શરીર જેમ નિર્વિષ બને છે, વિષવિનાનું નિરોગી બને છે.
“એવું અઠવિહં કર્મ, રાગદોસસમજિ. આલોખંતો અ નિદંતો, ખિપ્પ હાઇ સુસાવઓ II ૩૯ II
એ પ્રમાણે રાગ અને દ્વેષ વડે બંધાયેલાં આઠ પ્રકારનાં કર્મોની આલોચના અને નિંદા કરતો આ સુશ્રાવક કર્મોને જલ્દી જલ્દી હણે છે. ll “કચપાવો વિ મયુરસો, આલોઇડ્ય" નિંદિયા ગુરુસગાસે હોઇ અઇરેગ લઘુઓ, ઓહરિઅ“ભવ્ય ભારવહોr ૪૦ II
ભાર ઉપાડનારો મજૂર જેમ ભાર ઉતારીને ઘણો હળવો થાય છે તેમ પાપ કર્યું છે જેણે એવો પણ મનુષ્ય ગુરુની પાસે પોતાના પાપની આલોચના કરીને તથા આત્મસાક્ષીએ પોતાના પાપની નિંદા કરીને અત્યન્ત હળવો થાય છે. તે ૪૦ || “આવસએણ" એએણ, સાવ જઇવિ બહુરઓ હોઇ I દુકખાણમંત-કિરિઅર કાઢી અગિણ કાલણ II ૪૧ ||
કદાચ શ્રાવક (ભૂતકાળમાં કરેલા પાપોની અપેક્ષાએ) બહુ પાપવાળો હોય તો પણ આ આવશ્યક એવી પ્રતિક્રમણની ક્રિયા વડે અલ્પ કાળમાં જ દુઃખોની અંતક્રિયા(વિનાશ) કરનારો બનશે. / ૪૧ ||
૧ વિશારદ = પંડિત, વિદ્વાન. ૨ નિર્વિષ= ઝેર વિનાનું. ૩ આલોચના = નિંદા અથવા પ્રાયશ્ચિત્ત. ૪ કપાવો = પાપ કર્યું છે જેણે એવો મનુષ્ય. પ આલોઈય = આલોચના કરવા દ્વારા. ૬ નિંદિય = નિંદા કરવા દ્વારા. ૭ અરેગલહુઓ = અત્યન્ત હળવો. ૮ ઓહરિઅભરૂવ= ઉતારેલા ભારવાળાની જેમ. ૯ ભારવહો=મજૂર. ૧૦ આવસ્સએણ =અવશ્ય કરવાલાયક. ૧૧ બહુરઓ=ઘણા પાપવાળો પણ. ૧૨ અંતકિરિઅં=વિનાશ. ૧૩ અચિરણ = જલ્દી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org