________________
કથાઓ
(૧) ભરત મહારાજા
ૠષભદેવપ્રભુના પ્રથમ પુત્ર હતા. આ ભરતક્ષેત્રના છએ ખંડો સાધીને ચક્રવર્તી બન્યા હતા. તેમના બીજા ભાઈ બાહુબલિ સાથે મહાયુદ્ધ થયું હતું. એક વખત આરિસાભુવનમાં પોતાના શરીરની એક આંગળીમાંથી વીંટી પડી જતાં શરીર શોભા વગરનું લાગ્યું. ધીમે ધીમે બધા જ અલંકારો ઉતારી બધું જ અનિત્ય છે એમ અનિત્યભાવના ભાવતાં તેઓ ત્યાં જ કેવળજ્ઞાની થયા. અંતે અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષે ગયા.
(૨) બાહુબલિજી
ૠષભદેવ પ્રભુના બીજા પુત્ર, ભરતના નાનાભાઈ હતા. પ્રભુએ બાહુબલિજીને તક્ષશિલાનું રાજ્ય આપ્યું હતું. પૂર્વભવની આરાધનાથી તેમનામાં બાહુબલ ઘણું જ હતું. તેઓએ ભરતની આજ્ઞા ન માનતાં લડાઈ થઈ. ભરતને મારવા બાહુબલિજીએ મૂઠી ઉપાડી પરંતુ વિચાર આવ્યો કે મોટાભાઈને હણવા તે વ્યાજબી નથી. તેથી તે જ મૂઠી વડે પંચમુષ્ટિ લોચ કરી દીક્ષા લીધી. પોતાના નાના ૯૮ ભાઈઓએ પ્રથમ દીક્ષા લીધેલી હતી અને કેવળી થયેલા હતા. તેથી વિચાર્યું કે જો હું ત્યાં જઈશ તો મારે નાના ભાઈઓને વંદન કરવું પડશે. માટે અહીં જ તપ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પછી ત્યાં જાઉં ? એમ વિચારી કાઉસ્સગ્ગધ્યાનમાં એક વર્ષ સુધી ઉગ્રતપમાં સ્થિર રહ્યા. પરંતુ ‘‘નાના ભાઈને વાંદું નહીં’’ એ પરિણામથી કેવળજ્ઞાન થયું નહીં. પ્રભુ શ્રી ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરી એમ બે સાધ્વીજીને (કે જેઓ તેમની બહેનો હતી તેમને) ત્યાં પ્રતિબોધ માટે મોકલી. સાધ્વીજીએ કહ્યું કે ‘‘વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચઢે કેવળ ન હોય રે.’’- હે ભાઈ ! અભિમાનરૂપી હાથી ઉપરથી નીચે ઊતરો, અભિમાનરૂપી હાથી ઉપર ચઢે છતે કેવળજ્ઞાન થતું નથી એ સાંભળી અભિમાન છોડી નાના ભાઈઓને વંદના કરવા જ્યાં પગ ઉપાડ્યો કે તરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org