________________
હતો. એક વખત રાજા ઘોડા ઉપર જતો હતો ત્યારે તેના કાનમાંથી કુંડળ પડી ગયું. પાછળ આવતા નાગદત્તે તે જોયું. પરંતુ પારકી વસ્તુ હોવાથી તેણે કુંડળ ન લીધું. આ જ રાજાના કોટવાળે આ કુંડલ લીધું તે કોટવાળ નાગદત્તની પત્ની ઉપર મોહિત હતો. એટલે નાગદત્તને શિક્ષા કરાવવા તે કુંડળ નાગદત્ત જ્યાં ઉપાશ્રયમાં ધર્મક્રિયામાં સ્થિર છે ત્યાં મૂક્યું. રાજા કુંડળની શોધ કરે છે ત્યારે કોટવાળ જ આ કુંડળ “નાગદત્ત પાસે છે એમ કહી નાગદત્તને પકડાવ્યો, શૂળીની શિક્ષા થઈ. નાગદત્તને શૂળી ઉપર ચડાવતાં તેના સત્યના પ્રભાવથી શાસનદેવી પ્રગટ થઈ. “આ કુંડલ કોટવાળે જ લીધું છે નાગદત્ત ઉપર ખોટુ કલંક આપ્યું છે” એમ આકાશવાણી થઈ. અને શૂળીનું સિંહાસન થઈ ગયું. રાજાએ કોટવાળને શિક્ષા કરી પછી નાગદત્ત દીક્ષા સ્વીકારી કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. (૯) મેતાર્યમુનિ
એક ચંડાળને ત્યાં જન્મેલાં. પરંતુ કોઈ અગમ્ય કારણસર રાજગૃહીના એક શ્રીમંતને ઘેર ઊછર્યા. પૂર્વભવના મિત્રદેવની સહાયથી અદ્ભુત કાર્યો કરતાં શ્રેણિકરાજાના જમાઈ થયા. બાર વર્ષ ધરવાસમાં પાર્શ્વનાથ પ્રભુના ગણધર હતા. પરદેશી જેવા નાસ્તિક રાજાને બોધ પમાડ્યો હતો. શ્રી ગૌતમસ્વામી સાથે ધર્મચર્ચા કરી પાંચ મહાવ્રતવાળું ભગવાન મહાવીર સ્વામીનું શાસન સ્વીકાર્યું હતું. અતિશય ધર્મારાધન કરી કર્મ ખપાવી કેવળી થઈ સિદ્ધિપદ પામ્યા. (૧૮) રાજર્ષિ કરકંડુ
ચંપાનગરીના દધિવાહન રાજાની પદ્માવતી રાણીના પુત્ર હતા. કરકંડુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજા-રાણી હાથી ઉપર ફરવા જતાં હતાં ત્યાં હાથી ગાંડો થવાથી રાજા ઊતરી ગયો. પરંતુ રાણી ઊતરી શકી નહિ. હાથી રાણીને જંગલમાં લઈ ગયો. તેનું તોફાન શાન્ત થતાં રાણી ઊતરી નજીકમાં રહેલાં સાધ્વીઓ પાસે ગઈ. તેઓના ઉપદેશથી દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org