________________
જ કેવળજ્ઞાન થયું. પછી ઋષભદેવ પ્રભુ પાસે જઈનાના ભાઈઓને પણ વંદના કરી કેવલીની પર્ષદામાં પધાર્યા. અંતે મોક્ષે ગયા. (૩) અભયકુમાર
શ્રેણિક મહારાજાના પુત્ર હતા. તેમની માતાનું નામ સુનંદા હતું. શ્રેણિકરાજાના મુખ્યમંત્રી હતા, અગાધબુદ્ધિના સ્વામી હતા. પિતાનાં ઘણાં કાર્યોમાં સહાય કરી હતી. અંતે પ્રભુમહાવીર પાસે દીક્ષા લઈ ઉત્કૃષ્ટ તપ કરી અનુત્તર વિમાનમાં ગયા છે. (૪) કંટણકુમાર
શ્રી કૃષ્ણમહારાજા અને ઢઢણાના પુત્ર હતા. તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી. પૂર્વબદ્ધ અંતરાયકર્મના ઉદ્યથી શુદ્ધ ગોચરી મળતી ન હતી. તેથી “લબ્ધિથી આહાર મળે તો જ લેવો” એવો અભિગ્રહ ધારણ કર્યો હતો. એક વખત કૃષ્ણમહારાજાએ પોતાના વાહનમાંથી ઊતરી વંદન કર્યું. તે જોઈ કોઈ શ્રેષ્ઠીએ ઢંઢણમુનિને આહાર વહોરાવ્યો, પરંતુ આ આહાર સ્વલબ્ધિથી નથી મળ્યો એમ પ્રભુ પાસે જાણતાં તે આહારને પરઠવતાં પરઠવતાં ઉત્તમ ભાવનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. (૫) શ્રીચક
શકડાયમંત્રીના પુત્ર, અને સ્થૂલિભદ્રજીના નાના ભાઈ હતા. પિતાના મૃત્યુ પછી નંદરાજાનું મંત્રીપદ તેમને પ્રાપ્ત થયું હતું. ધર્મ ઉપર અનુપમ રાગ હોવાથી અનેક જિનમંદિરો અને જૈન ધર્મશાળાઓ બનાવી હતી. અન્ને દીક્ષા લઈ પજુસણ પર્વની આરાધના કરતાં ઉત્તમ ભાવનાપૂર્વક કાળધર્મ પામ્યા હતા. (૬) અર્ણિકાપુત્ર
ઉત્તર મથુરા નગરીમાં દેવદત્ત નામના પિતાનો અને અર્ણિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org