________________
પાપ મિથ્યા થજો.
ગુરુજીની સાથે આપણો જે કંઈ અવિનય થયો હોય તેની આ સૂત્ર બોલવા દ્વારા ક્ષમા માંગવામાં આવી છે. ।। ૩૬ ॥
શ્રી આયરિય-ઉવજ્ઝાયે સૂત્ર - ૩૭
“આયરિય ઉવજ્ઝાએ, સીસે સાહમિએ કુલ ગણે આ જે મેં કેઇ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ ॥ ૧ ॥ સવ્વસ સમણસંઘમ્સ, ભગવઓ અંજલિ કરિય સીસે સર્વાં ખમાવત્તા, ખમામિ સવ્વસ અહયંપિ || ૨ || સવ્વસ્ત જીવરાસિમ્સ, ભાવઓ ધમ્મનિહિય નિયચિત્તો, સર્વાં ખમાવઇત્તા, ખમામિ સવ્વસ અહયંપિ || ૩ ||
આ સૂત્ર સવાર-સાંજના પ્રતિક્રમણમાં વંદિત્તા પછી ૨+ ૨ =૪ વાંદણાં બોલ્યા પછી બોલાય છે. પહેલી ગાથામાં આચાર્યાદિ વિશિષ્ટ સાધુઓની સાથે થયેલા અપરાધોની તથા બીજી ગાથામાં સમસ્ત સાધુ સમુદાયની સાથે થયેલા અપરાધોની અને ત્રીજી ગાથામાં સમસ્ત જીવોની સાથે થયેલા અપરાધોની ક્ષમા માગવામાં આવે છે.
આચાર્યમહારાજ, ઉપાધ્યાયજીમહારાજ, તેમનો શિષ્યસમુદાય, સાધર્મિક તથા કુલ એટલે એક આચાર્યમહારાજનો પરિવાર, અને ગણ એટલે ઘણા આચાર્યમહારાજાઓના પરિવાર, આ સર્વે પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે મેં કંઈ પણ કષાયો કર્યા હોય, તે સર્વને હું ત્રિવિધ ખમાવું છું. ॥ ૧ ॥ ભગવઓ એટલે પૂજ્ય એવા શ્રી સમસ્ત સાધુસમુદાય પ્રત્યે લલાટે બે હાથ જોડીને મારાથી થયેલા સર્વ અપરાધોની ક્ષમા માગીને, તેઓએ કરેલા સર્વ અપરાધોની હું પણ ક્ષમા આપું છું. અત્યન્ત વંદનીય એવા સમસ્ત સાધુસંઘ પ્રત્યે મેં જે કોઈ અપરાધો કર્યા હોય તેની કપાળે હાથ જોડીને ક્ષમા માગું છું અને તેઓએ કોઈએ મારો અપરાધ કર્યો હોય તો તે સર્વને હું ક્ષમા આપું છું. ॥ ૨ ॥ પ્રાણ સને - ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org