________________
એમ ૧૫ કર્મભૂમિ કહેવાય છે. જ્યાં અસિ-મસિ અને કૃષિનો વ્યવહાર હોય તે કર્મભૂમિ અને શેષ અકર્મભૂમિ કહેવાય છે. અરિહંતાદિ પાંચે પરમેષ્ઠી પુરુષો કર્મભૂમિમાં જ થાય છે. તે મહાત્માઓ જીવરક્ષાના નિમિત્તે રજોહરણ અને ગોચરી માટે ગુચ્છો તથા પાત્રમાં રાખનારા હોય છે. સાધુપણાના મુખ્ય આચારરૂપ પાંચમહાવ્રતને ધારણ કરનારા હોય છે તથા અઢારહજાર શીલાંગરથને ધારણ કરવા વાળા છે. તે આ પ્રમાણે
ક્ષમા, નમ્રતા, સરળતા, નિઃસ્પૃહતા, તપ, સંયમ, સત્ય શૌચ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એ ૧૦યતિધર્મને પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, અને સંજ્ઞી પંચેન્દ્રિય, એમ ૧૦ પ્રકારના જીવભેદો વડે ગુણતાં ૧૦×૧૦=૧૦૦, તે પાંચ ઈન્દ્રિયો વડે ગુણતાં ૫૦૦, તેને આહાર ભયમૈથુન અને પરિગ્રહ એમ ચાર સંજ્ઞા વડે ગુણતાં ૨૦૦૦, તેને મન-વચન અને કાયા વડે ગુણતાં ૬૦૦૦, અને તેને કરણ-કરાવણ તથા અનુમોદન વડે ગુણતાં ૧૮૦૦૦ એમ સાધુસંત પુરુષો ૧૮૦૦૦ શીલાંગરથને પાળનારા હોય છે. તેવા અખંડિત આચાર અને ચારિત્રને પાળનારા મહાપુરુષોને હું મસ્તક વડે પ્રણામ કરું છું. તે ૧ |
આ સૂત્ર વડે મુનિ પુરુષોને નમસ્કાર કરવામાં આવે છે તેથી આ સૂત્રનું બીજું નામ “મુનિવંદન” સૂત્ર પણ છે.
(શ્રી વરકનક સૂત્ર - ૪૬) વર-કનક-શંખ-વિદ્ધમ, મરકત-ધન સ-લિંવિગતમોહમા સપ્તતિશત જિનાનાં, સવમર પુજિત વંદે || ૧ |
અઢી દ્વીપમાં વધુમાં વધુ ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થંકરભગવન્તો વિચરતા હોય છે. તેઓને આ સૂત્ર વડે વંદના કરવામાં આવી છે. કોઈ તીર્થંકરભગવન્તો શ્રેષ્ઠકનક (સ્વચ્છસોના)ના જેવા પીળાવર્ણવાળા, કોઈ શંખના જેવા ધોળા વર્ણવાળા, કોઈ પરવાળાંના જેવા લાલ વર્ણવાળા, કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org