________________
જિણ=જિનેશ્વર, પાસુ પાર્શ્વનાથ, પયચ્છઉ =આપો, વંછિઉં =મનવાંછિત.
ગાથાર્થ : જે પાર્શ્વનાથ ભગવાનના શરીરની કાન્તિનો સમૂહ સ્નેહાળ છે, વળી જે સર્પોની ફણાઓ ઉપરનાં રત્નોનાં કિરણોથી યુક્ત છે. તથા નવીન મેઘમાં રહેલી વીજળીના ચમકારાથી સહિત છે. તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમારા મનવાંછિત આપો. ॥ ૨ ॥
આ બે ગાથાનું પાર્શ્વનાથ ભગાવનનું ચૈત્યવંદન છે. પ્રાકૃતભાષામાંથી રૂપાન્તર થયેલી અપભ્રંશભાષામાં આ સૂત્ર છે. દૈવસી આદિ પ્રતિક્રમણોમાં સામાયિક પાળતી વખતે બોલાય છે.
શ્રી ભરહેસરની સજ્ઝાય સૂત્ર - ૪૯
આભરહેસરની સજ્ઝાય સવારના રાઇઅપ્રતિક્રમણમાં બોલાય છે. તેમાં ભરત મહારાજાથી માંડીને આજ સુધી થયેલા કેટલાક સત્પુરુષો અને સતી સ્ત્રીઓનાં નામો છે, કે જેઓએ પોતાના જીવનમાં અપૂર્વસત્ત્વ બતાવી શાસન-પ્રભાવના કરી છે. અથવા કલંક નિવારણ કર્યાં છે. અથવા મહાસંકટોમાંથી પસાર થયાં છે. આવા મહાત્મા સ્ત્રી-પુરુષોનાં પ્રભાતસમયે નામો લેવાથી, તેઓના જીવનની આધ્યાત્મિક દૃષ્ટિ સ્મૃતિગોચર થવાથી આપણા આત્માનું કલ્યાણ થાય. આ સૂત્રમાં લખેલાં તમામ સ્ત્રી-પુરુષોની કથા સંક્ષેપમાં સૂત્રના અન્ને લખી છે.
ભરહેસર બાહુ-બલી, અભયકુમારો અ ઢંઢણકુમારો સિરિઓ અણિયાઉત્તો, અમુત્તો નાગદત્તો અ II ૧ | મેઅજ્જ થૂલિભદો, વચર-રિસી નંદિસેણ સિંહગિરી 1 કયવનો અ સુકોસલ, પુંડરિઓ કેસિ કરકુંડૂ ॥ ૨ ॥
(૧) ભરતમહારાજા, (૨) બાહુબલિજી, (૩) અભયકુમાર, (૪) ઢંઢણકુમાર, (૫) શ્રીયક, (૬) અર્ણિકાપુત્ર, (૭) અતિમુક્તકુમાર, (૮)
નાગદત્ત, ॥ ૧ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org