________________
સરકાર, જિલ્લાધિકારી, તાલુકાધિકારી અને ગામ પંચાયતાધિકારીની સહાય લેવી પડે છે. તેવી રીતે ક્ષેત્રદેવતા આખા ક્ષેત્રના સહાયક હોવા છતાં તે તે ભવનરૂપ પરિમિત જગ્યાના અધિષ્ઠાયક ભુવનદેવીની પણ સહાય ઈચ્છવામાં આવી છે. તમામ સબળજીવોની સહાય ચાલુ રહે તો ધર્મકાર્ય નિર્વિને પૂર્ણ થાય. ૧T.
(શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ - ૪૪) “સચ્ચાર ક્ષેત્રે સમાશ્રિય, સાધુભિઃ સાધ્યતે ક્યા! સા ક્ષેત્રદેવતા નિત્યં, ભયાન્નઃ સુખદાયિની II ૧ |
જે દેવીના ક્ષેત્રનો આશ્રય કરીને સાધુમહાત્માઓ વડે ધર્મક્રિયા કરાય છે તે દેવી હંમેશાં અમને સુખ આપનારી (ધર્મક્રિયા કરવામાં સહાયક થવા દ્વારા આનંદ આપનારી) હોજો. ૧ છે.
આ બન્ને ૪૩-૪૪ ભુવનદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિઓ પક્ખી ચોમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણ વખતે બેલાય છે.
(શ્રી અઠ્ઠાઇજેસુ (મુનિચંદન) સૂત્ર - ૪૫)
અફાઇજેસુદીવસમુદે સુપનરસસુ કન્મભુમિસુ જાવંત કે વિ સાહૂ યહરણગુચ્છ પડિંગહધારા, પંચમહવ્વચધારા, અાસ-સહસ સીડંગધારા, અફખયાચારચરિતા, તે સબ્ધ સિરસા મણસા મલ્યુએશ વંદામિ III
ગાથાર્થ : અઢી દ્વીપ અને બે સમુદ્રની અંદર, પંદર કર્મભૂમિમાં રજોહરણ, ગુચ્છો અને પાત્રોને ધારણ કરવાવાળા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા, અખંડિત આચાર અને ચારિત્રને પાળનારા એવા જે કોઈ સાધુભગવન્તો છે. તે સર્વને હું મસ્તકથી વંદન કરું છું. || ૧ ||
જંબુદ્વીપ, ધાતકીખંડ, અને અર્ધપુષ્કરદ્વીપ, એમ અઢીદ્વીપમાં મનુષ્યોની વસ્તી છે. તેમાં પણ સાધુ-મહાત્માઓ ફક્ત ૧૫ કર્મભૂમિમાં જ થાય છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવત ક્ષેત્ર, અને પાંચ મહાવિદેહક્ષેત્ર, ૧ પરિમિત જગ્યા= માપસરની જગ્યાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org