________________
મરકત મણિના જેવા લીલા વર્ણવાળા, અને કોઈ ઘન (વાદળ) ના જેવા કાળા વર્ણવાળા ભગવન્તો, તથા ચાલ્યો ગયો છે મોહ જેઓનો, તથા સર્વ દેવો વડે પૂજાયેલા એવા ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર ભગવન્તોને હું પ્રણામ કરું છું. ॥ ૧ ॥
પાંચ ભરત તથા પાંચ ઐરાવત એમ ૧૦કર્મભૂમિમાં એકેક તીર્થંકર ભગવન્તો હોય છે. અને પાંચ મહાવિદેહક્ષેત્રમાં ભરત જેવી ૩૨/૩૨ વિજયો હોય છે. અને દરેક વિજયોમાં એકેક તીર્થંકરભગવાન્ વિચરતા હોઈ શકે છે એટલે ૫૪૩૨=૧૬૦ તીર્થંકરભગવન્તો મહાવિદેહમાં હોય છે. એમ કુલ ૧૭૦ થાય છે. અજિતનાથ ભગવાનના કાળે ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકરભગવન્તો હતા. આ સ્તુતિ પણ સ્તવન પછી પુરુષો જ બોલે છે. શ્રી લઘુશાન્તિસ્તવન૧ - ૪૭
શાંતિ શાન્તિનિશાન્ત, શાન્ત શાન્તાશિવં નમસ્કૃત્ય સ્તોતુઃ શાન્તિનિમિત્તે, મન્ત્રપદૈઃ શાન્તયે સ્તૌમિ I ૧ II
શાન્તિના ભંડાર, શાન્તસ્વભાવવાળા, શાન્ત થયા છે ઉપદ્રવો જેમના એવા શાન્તિનાથ ભગવનને નમસ્કાર કરીને સ્તુતિ કરનારાની શાન્તિના નિમિત્તે મન્ત્રવાચી પદો વડે હું શાન્તિનાથ ભગવાનની સ્તુતિ કરું છું. ।। ૧ ।।
૧ રાજસ્થાનમાં નાડોલ નગરમાં પ્રસિદ્ધ પ્રભાવક શ્રી માનદેવસૂરિજી મ.ચાતુર્માસ હતા. તે વખતે શાકંભરી નગરીમાં “શાકિની” દેવીએ કરેલી મરકીથી જૈનસંઘ પીડાવા લાગ્યો, તેથી શ્રીસંઘે માણસો મોકલી શ્રી માનદેવસૂરિજીને આ વૃત્તાંત જણાવી ઉપદ્રવ શાન્ત કરવા વિનંતી કરી. પરમકૃપાળુ એવા સૂરિજીએ ઉપદ્રવ નિવારવા માટે આ લઘુશાન્તિની રચના કરી. આ સૂરિજીને જયા, વિજયા, પદ્મા અને અપરાજિતા એ ચાર દેવીઓનું સાન્નિધ્ય હતું. તેના પ્રભાવથી શાનિીએ કરેલો ઉપદ્રવ નાશ પામ્યો, આ સ્તવન ભણવાથી, સાંભળવાથી અથવા તેનાથી મંત્રેલું જળ છાંટવાથી સર્વ ઉપદ્રવો નાશ પામવા લાગ્યા. તેથી સર્વત્ર આ સ્તવન ભણાવા લાગ્યું. હાલ દૈવસિક પ્રતિક્રમણમાં અંતે આ સ્તવન બોલાય છે તેમાં એવો વૃદ્ધવાદ છે કે પાંચસો વર્ષ પૂર્વે ઉદેપુરમાં રહેલા પતિ પાસે શ્રાવકો વારંવાર મંગલિક અર્થે શાંતિ સાંભળવા આવતા હતા. તેમાં તેમનો ઘણો સમય જતો હતો. તેથી સર્વને સાથે સંભળાઈ જાય અને સક્લ સંઘની શાન્તિ થાય એટલે તેઓએ દેવસિ પ્રતિક્રમણમાં ગોઠવી, જે આજ સુધી ચાલી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org