________________
આ શ્રુતદેવતાની સ્તુતિ છે. તે પુરુષો જબોલે છે. સ્ત્રીઓ તેને બદલે કમલદલની સ્તુતિ બોલે છે જે આગળ આવે છે.
(શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ- ૪૧ પિત્તદેવઆએ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ.
જિસે ખિન્ને સાહુ દંસણ-નાણેહિં ચરણસહિઅહિં સાણંતિ મુખમમ્મ, સા દેવી હરઉ દુરિઆઇ / ૧II
આ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવની સ્તુતિ છે : જે ક્ષેત્રદેવતાના સુરક્ષિત ક્ષેત્રમાં સાધુ-મહાત્માઓ ચારિત્રથી સહિત એવા જ્ઞાન અને દર્શન વડે મોક્ષમાર્ગને સાધે છે. તે દેવી તે સાધુમહાત્માઓનાં પાપોનો નાશ કરવામાં સહાયક થાઓ અર્થાત પાપોનો નાશ કરો. જે ક્ષેત્ર જેની માલિકીનું હોય તે ક્ષેત્રમાં તે માલિક (રાજા-મંત્રી-રાજપુરુષો વગેરે) સાનુકૂળ હોય તો ઉત્તમાત્માઓ સારી રીતે ધર્મારાધન કરી શકે છે. તેવી રીતે જે ક્ષેત્રનો માલિક સંરક્ષક જે ક્ષેત્રાધિષ્ઠાતા દેવ હોય તે સાનુકૂળ થાય. તેની સહાયથી ધર્માત્માઓ સારી રીતે ધર્મારાધન કરી શકે છે. માટે આ ગાથામાં દેવની સ્તુતિ કરેલી છે. ધર્મારાધન કરવામાં રાજા-મંત્રીરાજપુરુષોની સત્તા હોવાથી સહાય લેવાય છે. રજપૂત-દરબાર, ભૈયાજી વગેરે સબળ હોવાથી સહાય લેવાય છે. છરી પાળતા સંઘોમાં તંબૂ અને યાત્રાળુ આદિની સુરક્ષા માટે વોચમેનોની સહાય લેવાય છે. તો પછી અધિક શક્તિશાળી, ધર્મપ્રેમી, અવધિજ્ઞાની, વૈક્રિયશરીરી એવા દેવોની સહાય શા માટે ન લેવાય ?
સતીને જંગલમાં સિંહનો ઉપદ્રવ આવ્યો ત્યારે તે સતીએ પોતાના પ્રાણની સુરક્ષા માટે ક્ષેત્રપાલ દેવને જ વિનંતિ કરેલી, અને તેના સતીત્વના પ્રભાવથી આકર્ષાઈ અષ્ટાપદનું રૂપ કરીને ક્ષેત્રપાળે તે ઉપદ્રવ ૧ અધિષ્ઠાયક = માલિક-સંરક્ષક. ૨ સુરક્ષિત = સારી રીતે રક્ષણ કરાયેલા. ૩ સાનુકૂળ
= મદદગાર, સહાયક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org