________________
કરવાની ભૂમિને જોઈ ન હોય, પૂંજી ન હોય, બરાબર જોઈ-મૂંજી ન હોય, એમ જે કંઈ વિપરીત કર્યું હોય;
(૪) પ્રમાદાચરણસેવન = પૌષધમાં પ્રમાદ કર્યો હોય, ઘણી આળશ ઊંઘનિંદા કરી હોય;
(૫) ભોજનાભોગ = તે દિવસના, અથવા પારણાના દિવસના ભોજનની ચિંતા કરી હોય. આ પ્રમાણે આ વ્રતના પાંચ અતિચારોમાં લાગેલા દોષોની હું નિંદા કરું છું કે ૨૯ |
“સચ્ચિત્તે નિકિખવણે, પિહિણે વવસ મચ્છરે જેવા કાલાઈકમાણે, ચઉલ્થ સિફખાવએ નિન્દા ૩૦ ||
અતિથિસંવિભાગ” નામના બારમા વ્રતમાં અર્થાત્ ચોથા શિક્ષાવ્રતમાં જે જે અતિચારો લાગ્યા હોય, તેનું આ ગાથામાં વર્ણન છે. એક રાત્રિ-દિવસનો ઉપવાસપૂર્વક પૌષધ કરી બીજા દિવસે પારણામાં એકાસણું કરવું. તે એકસણાના ટાઈમે કોઈ અતિથિને (સાધુમહારાજને, સાધ્વીજીમહારાજને વહોરાવી, તે ન હોય તો ઉત્તમ વ્રતધારી શ્રાવકશ્રાવિકાને) જમાડી પછી પોતે જમવું તે અતિથિસંવિભાગવ્રત કહેવાય છે. અતિથિ = તિથિ જોઈને ન ચાલે, પરંતુનદીના વહેણની જેમ ગામાનુગામ વિચરતા વિચરતા ગમે ત્યારે જાણ કરાવ્યા વિના આવી જાય તે અતિથિ તેમની સંવિભાગ એટલે ભક્તિ કરવી તે અતિથિસંવિભાગવત કહેવાય છે. પારણાના દિવસે એકાસણાના ટાઈમે સાધુ-સાધ્વીજીને વહોરવા બોલાવ્યા હોય ત્યારે નીચે મુજબ પાંચ અતિચારો સેવાયા હોય તો તેની હું નિંદા કરું છું.
(૧) સચ્ચિત્તનિક્ષેપ = સાધુને આપવા યોગ્ય વસ્તુ સચિત્ત વસ્તુ ઉપર મૂકી હોય.
(૨) સચ્ચિત્તપિધાન = સાધુને આપવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દીધી હોય, આ રીતે સચિત્ત વસ્તુ ઉપર અને નીચે વહોરાવવા ૧ સંવિભાગ = ભક્તિ કરવી
પતિ છે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org