________________
યોગ્ય વસ્તુ મૂકી હોય.
(૩) પરવ્યપદેશ =વહોરાવવા યોગ્ય વસ્તુ પોતાની હોય અને (ન વહોરાવવાની બુદ્ધિથી) પારકાની કહી હોય, તથા પારકાની હોય અને વહોરાવવાની બુદ્ધિથી પોતાની કહી હોય.
(૪) માત્સર્ય = વહોરાવતી વખતે માત્સર્ય = ઈર્ષાભાવ, દાઝ, લેષ રાખીને વહોરાવી હોય.
(૫) કાલાતિક્રમ = વહોરાવવાના કાળનું ઉલ્લંઘન કર્યું હોય, ગુરુજી વહોરીને આવી ગયા પછી વહોરવા આવવાનું કહીએ, અથવા ખબર પડે કે વહોરીને આવી ગયા છે હવે આપણે ઘેર વહોરવા આવવાના નથી એટલે સારું લગાડવા વધારે જોરથી આવવાનો આગ્રહ કરીએ. આ પાંચે અતિચારોને ચોથા શિક્ષાવ્રતમાં હું નિંદા કરું છું. || ૩૦ ||
સુહિએસ અ દુહિસુ અ, જા મે અરજએસુ અણુમુકપા! રાગેણ વ દોષણ વ, તે નિંદે ત ચ ગરિહામિ I ૩૧ /
જ્ઞાનાદિ ગુણોથી ભરપુર એવા જે સાધુ તે સુનિહિત અર્થાત્ સુખી સાધુ કહેવાય છે અને જ્ઞાનાદિ ગુણોથી હીન એવા જે સાધુ તે દુઃખી, અથવા શરીરના રોગોથી રહિત તે સુખી અને શરીરના રોગોથી સહિત તે દુઃખી આવા સુખી અને દુઃખી સાધુને વિષે, તથા પાર્શ્વસ્થાદિ શિથિલાચારી અસંયત સાધુઓને વિષે આ મારા સગા સંબંધી-સ્નેહી છે એવા રાગથી, અથવા અંદર દુશ્મનાવટ રાખીષથી જે દયા કરી હોય તેની નિંદા અને વિશેષ નિંદા કરું છું.” સાધુ-સાધ્વીજી ભગવન્તો, સંસારનાત્યાગી, નિઃસ્પૃહ અને નિર્લેપ છે માટે ભક્તિનું પાત્ર છે. અનુકંપાનું માત્ર નથી, વળી પૂજ્ય હોવાથી વંદનીયતાનું પાત્ર છે પરંતુ રાગ દ્વેષનું પાત્ર નથી. તેથી જેમ માતાને ભક્તિથી ખવડાવાય છે. પરંતુ બિચારી ડોશી માનીને ખવડાવાતું નથી તેમ સાધુ-સાધ્વીજીને ભક્તિથી ૧ સચિત્ત =જીવવાળી વસ્તુ. ૨ શિથિલાચારી= ઢીલા, શિથિલ આચારવાળા. ૩ અસંયત= અવિરત= વિરતિ વિનાના. ૪ દુશ્મનાવટ = દ્વેષભાવ-શત્રુભાવ રાખી. ૫ નિસ્પૃહ = સ્પૃહા વિનાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org