________________
તમામ શબ્દો સંસ્કૃત-પ્રાકૃત બન્ને ભાષામાં એકસરખા છે. તેથી “સમસંસ્કૃત” કહેવાય છે. આ સૂત્રમાં ક્યાંય એક પણ જોડાક્ષર ન આવે તેવી ગ્રંથકારશ્રીએ રચના કરી છે.
પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીને તેઓના પરમવિનીત અને શ્રુતબહુલ એવા હંસ-પરમહંસ નામના બે શિષ્યોના અકાલ અવસાન અને પરના પરાભવથી ઉત્પન્ન થયેલા ક્રોધના નિવારણ માટે યાકિની નામનાં સાધ્વીજી મ. સાહેબના ઉપદેશથી શાન્ત થયેલા આચાર્યશ્રીને ૧૪૪૪ અપૂર્વ ગ્રંથો રચવાનો દંડ કરવામાં આવેલો. તેઓએ તેમના જીવનમાં સમરાઇઍકહા, અષ્ટક, ષોડશક, અનેકાન્ત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષદર્શન સમુચ્ચય, યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય, યોગબિન્દુ, ધર્મબિન્દુ, ઈત્યાદિ અનેક ગ્રંથો ચમત્કારિકશ્રુતિવાળા બનાવ્યા છે. મૃત્યુની અંતિમ વેળાએ આ સંસારદાવા બનાવ્યા છે. તે બનાવતાં બનાવતાં ચોથી ગાથાની પ્રથમ એક કડી બનાવ્યા બાદ દેહાંત થઈ જવાથી બાકીની ત્રણ કડી તેમની ભાવનાને અનુરૂપ સંઘે ભેગા મળીને બનાવી છે. એટલે આજે પણ પષ્મી આદિ પ્રતિક્રમણોમાં છેલ્લી ત્રણ કડી સંઘ સાથે મળીને ઉચ્ચસ્વરે બોલે છે. દેવસી તથા રાઈઅ પ્રતિક્રમણોમાં પણ પુરુષોને બોલાતા નમોસ્તુ અને વિશાલલોચનની જગ્યાએ સ્ત્રીઓ આ સંસારદાવા સૂત્ર બોલે છે. તેની ચારે ગાથાઓના અર્થ અનુક્રમે આ પ્રમાણે
સંસારરૂપી દાવાનલ ના તાપને બૂઝવવામાં પાણી સમાન, મોહરૂપી ધૂળને દૂર કરવામાં પવનસમાન, કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીર્ણ હળસમાન, અને મેરૂપર્વત જેવા ધીરસ્વભાવવાળા પ્રભુ મહાવીરસ્વામીને મારા નમસ્કાર હોજો. ના
ભક્તિપૂર્વક નમસ્કાર કરનારા એવા દેવ-દાનવ અને માનવોના
૧ દાવાનલ = અગ્નિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org