________________
ખમાસમણો: પડિકમામિ નિંદામિ ગરિવામિ અખાણ વોસિરામિા
જે મહાત્માઓએ આપણને ધર્મ, ધર્મનું સમ્યજ્ઞાન, ધર્મના સંસ્કારો અત્યંત કરુણા કરીને આપ્યા છે તે મહાત્માઓને હૈયાના અતિશય ઉલ્લાસપૂર્વક વિનયથી વંદન કરવું તે સુગુરુવંદન.તેના ત્રણ ભેદ છેઃ (૧) જઘન્ય, (૨) મધ્યમ, (૩) ઉત્કૃષ્ટ, આ ત્રણેનાં બીજાં પણ ત્રણ નામો છે : (૧) ફેટાવંદન, (૨) થોભવંદન, (૩) દ્વાદશાવર્તવંદન.
જ્યાં “મસ્થએ વંદામિ” એટલું જ માત્ર બોલી મસ્તક નમાવી પ્રણામ માત્ર કરવામાં આવે તે જઘન્યવંદન અથવા ફેટાવંદન કહેવાય છે.
જ્યાં બેખમાસમણ આપી ઇચ્છકારસૂત્ર બોલીખમાસણપૂર્વક અભુઠિઓ ખામી વંદન કરવામાં આવે છે તે મધ્યમવંદન અથવા થોભવંદન કહેવાય છે અને જયાં આ સૂત્ર બે વાર બોલવાથી વિધિપૂર્વક ગુરુજીને વંદન કરાય તે ઉત્કૃષ્ટવંદન અથવા દ્વાદશાવર્તવંદન કહેવાય છે.
વંદન કરવા યોગ્ય સુગુરુ પાંચ પ્રકારના હોય છે. (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) પ્રવર્તક', (૪) સ્થવિર, (૫) રત્નાધિક. આ સુગુરુવાંદણાં” સૂત્રમાં બાર વખત બન્ને હાથના આવર્તો આવે છે. તેથી તેનું નામ “દ્વાદશાવર્તવંદન” કહેવાય છે.
(૧) પ્રતિક્રમણ કરવાના અવસરે, (૨) સ્વાધ્યાય કરવાના અવસરે, (૩) કાયોત્સર્ગ કરવાના અવસરે, (૪) અપરાધો ખમાવવાના અવસરે, (૫) ગુરુજીની પાસે આલોચના સ્વીકારતાં, (૬) પચ્ચકખાણ કરતી વખતે, (૭) મહેમાન સાધુ બહારથી વિહાર કરીને પધારે ત્યારે, (૮) વિશિષ્ટ ઉત્તમ એવું ધર્મકાર્ય કરતી વખતે, એમ આઠ જગ્યાએ આ સૂત્ર બોલવા વડે ગુરુજીને વંદન કરાય છે. આ ગુરુવંદન કરવાથી આત્મામાં છ ગુણોની પ્રાપ્તિ થાય છે. (૧) વડીલોનો વિનય, (૨) નિરભિમાનતા, (૩) ગુરુજનોની સેવા, (૪) તીર્થંકર ભગવન્તોની ૧ પ્રવર્તક =બીજાઓને ધર્મમાં પ્રવર્તાવે તે. ૨ સ્થવિર = ઉંમર વૃદ્ધ. ૩ રત્નાધિક = સંયમપર્યાયથી અધિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org