________________
પુત્ર-પુત્રીઆદિના લગ્નાદિ કરવા-કરાવવા. તેમાં ૨સ લેવો.
=
(૫) કામભોગતીવ્રાભિલાષ = વિષયસેવનની તીવ્ર ઉત્કંઠા ક૨વી. આ ચોથું વ્રત બે જાતનું હોય છે : (૧) સ્વદારાસંતોષ નાતજાતના વ્યવહારોથી પ્રાપ્ત થયેલી પોતાની સ્ત્રીના ઉપભોગમાં જ સંતોષમાનવો તે. આવા વ્રતવાળાને ઉપરોક્ત પાંચમાંથી પાછળના ત્રણ જ અતિચારો છે. પ્રથમના બે દોષો જો સેવે તો વ્રતભંગ જ થાય અર્થાત્ અનચારા જ છે. અતિચાર નથી. (૨) પરદારાવિરમણવ્રત : પારકાની માલિકીની બનેલી સ્ત્રીની સાથે સંસારના ભોગોનોત્યાગ એવા વ્રતવાળાને પાંચે પાંચ અતિચારો છે. આ પાંચે અતિચારોમાં મેં દિવસસંબંધી જે અતિચાર લગાડ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. II ૧૬ II
“ઈત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિઅમસëમિ 1 પરિમાણ-પછૈિએ', ઇત્થ પમાયપ્પસંગેણં || ૧૭ ||
આ ગાથા ૧૭/૧૮ મીમાં પાંચમા વ્રતના પાંચ અતિચારોનું વર્ણન કરે છે કે “પરિગ્રહ પરિમાણ' નામે પરિચ્છેદ એટલે જણાતા એવા પાંચમા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગથી મારા જીવ વડે જે અપ્રશસ્ત આચરણ કરાયું હોય જેમકે ઃ II ૧૭ II
“ઘણ-ઘા-ખિત્ત-વત્યુ, સુખ-સુવણે અ કુવિઅ પરિમાણે । દુપએ ચઉપચમિ ય, પડિક્કમે દેસિઅં સર્વાં II ૧૮ ॥
(૧) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ : રોકડ નાણું, શેરો, ડિપોઝીટો, તે ધન; ઘઉં-ચોખા, વગેરે તે ધાન્ય, ધન તથા ધાન્ય રાખવાનું જે માપ ધાર્યું હોય તેના પ્રમાણનું ઉલ્લંઘન કર્યું હોય તે.
(૨) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ : ખુલ્લી જગ્યા તે ખેતર, અને બાંધકામવાળી જગ્યા તે વાસ્તુ, એમ બન્ને પ્રકારની જગ્યાના ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે.
(૩) રૂપ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ : સોના અને ચાંદીને રાખવા
પરિચ્છેદ એટલે જ્ઞાન, બોધ જાણવું.
૧ પરિચ્છેદ
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org