________________
આ ગાથામાં બીજા વ્રતના પાંચ અતિચારો જણાવે છે.
(૧) સહસા = વગર વિચાર્યું કોઈના પણ ઉપર ઉતાવળે-ઉતાવળે જૂઠું આળ-કલંક-આક્ષેપ મૂક્યું હોય તે.
(૨) રહસ્ય = કોઈ વિશ્વાસુ વ્યક્તિએ એકાંતમાં જે વાત કહી હોય તે ઉઘાડી પાડી હોય.
(૩) દારે = સ્ત્રીએ પુરુષ ઉપર વિશ્વાસ રાખી જે વાત કહી હોય તે ઉઘાડી કરી હોય, ખુલ્લી પાડી હોય.
(૪) મોસુવએસ= કોઈને પણ જૂઠો = ખોટો ઉપદેશ આપ્યો હોય.
(૫) કુડલેહે = જૂઠા લેખ તથા દસ્તાવેજો તથા કાગળો કર્યા હોય. આ પ્રમાણે બીજા વ્રતના પાંચ અતિચારોમાં દિવસ સંબંધી જે અતિચારો (પાપો) લાગ્યાં હોય તે તમામ પાપકર્મોનું આજે હું પ્રતિક્રમણ કરું છું. ૧૨
“તઈએ અણુવ્યચંમિ, થુલગ-પરદવ્ય-હરણ-વિરઈઓ! આચરિઅમપ્રસન્થ, ઇલ્થ પમાય પસંગેણં | ૧૩ II
આ ગાથા તથા આના પાછીની ૧૪મી ગાથામાં ત્રીજા વ્રતના પાંચ અતિચારો જણાવે છે. “શૂલ પરદ્રવ્ય-હરણ-વિરમણ (પારકાનું દ્રવ્ય ચોરવું નહીં એવા) નામવાળા ત્રીજા અણુવ્રતને વિષે, પ્રમાદને (મોહને) પરવશ થવાથી મારા વડે જે કંઈપણ અપ્રશસ્ત (અશુભ) આચરણ કરાયું હોય. જેમકે / ૧૩ II
“તેનાહડપ્પાઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે આ I ફૂડતુલ ફૂડમાણે, પડિક્કમે દેસિ સબૈ / ૧૪ II
આ ગાથામાં ત્રીજા વ્રતના પાંચ અતિચારો જણાવ્યા છે...
(૧) તેનાત = ચોરે ચોરી કરીને લાવેલી વસ્તુ લેવી. (૨) સ્તનપ્રયોગ : ચોરને ચોરી કરવામાં મદદ કરવી. (૩) ત–તિરૂપક = ખોટી વસ્તુને ખરી વસ્તુ જેવી કરીને વેચવી. ભેળસેળ કરવું. (૪) વિરુદ્ધગમન = રાજ્યના કાયદા વિરુદ્ધ વર્તન કરવું. (૫) ખોટાં તોલ તથા ખોટા માપ રાખવાં. એમ ત્રીજા વ્રતના પાંચ અતિચારોને વિષે મારા
ગમન કી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org