________________
પોતાના માટે, બીજાના માટે, તથા ઉભયના માટે, રસોઈ કરતાં તથા રસોઈ કરાવતાં છએ કાયોના જીવોને સંતાપ ઉપજાવવામાં મને જે કોઈ દોષો લાગ્યા હોય તેની હું નિંદા કરું છું. // ૨ //
આ સંસારમાં આપણો જીવ પોતાના માટે, બીજાના માટે તથા ઉભયના માટે આરંભ સમારંભ સેવે છે તથા રસોઈ કરવી અને કરાવવી એ તો એક આરંભ-સમારંભનો ગાથામાં ઉલ્લેખ છે. તેના આધારે તેવાં બીજાં પણ આરંભ-સમારંભોમાં મેં છકાયના જીવોને જે કંઈપણ દુઃખસંતાપ આપ્યાં હોય તેની હું નિંદા કરું છું. બીજાના જીવને મારી નાખવાની હૈયામાં ઈચ્છા થવી તે સંરંભ, તેને દુઃખ દેવું-પીડવો, તે સમારંભ, અને તેને મારી નાખવો તે આરંભ. એમ ત્રણે પ્રકારનાં જે પાપો કર્યા હોય તેને હું નિંદું છું. ૭
“પંચહમણુવ્રયાણ, ગુણવયાણં ચ હિમઈઆર સિખાણં ચ ચરિહં, પરિકકર્મ દેસિ સવ્વ | ૮ ||
પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો તથા ચાર શિક્ષાવ્રતો એમ કુલ શ્રાવકજીવનનાં બાર વ્રતોમાં મેં જે કોઈ અતિચારો લગાડ્યા હોય તે દેવસિક પાપોનું હું પ્રતિક્રમણ કરું છું. ૮
સાધુ-મહાત્માઓ પોતાના જીવનમાં સર્વથા હિંસા-જૂઠ-ચોરીમૈથુન અને પરિગ્રહ ત્યજીને જે વ્રતો પાળે છે તે મહાવ્રત કહેવાય છે. શ્રાવક-શ્રાવિકા તેવાં મહાવ્રતો પાળી શકતા નથી. તેથી સ્થૂલ હિંસાદિ પાંચ આશ્રવોનો ત્યાગ કરે છે. તેને અણુવ્રત કહેવાય છે. આ પાંચ અણુવ્રતોને ગુણ કરનારાં-ફાયદો કરનારાં બીજાં ત્રણ વ્રતો તે ગુણવ્રત કહેવાય છે. તથા જીવનમાં પ્રેક્ટિસ રૂપ= શિક્ષણરૂપ જે ચાર વ્રતો તે શિક્ષાવ્રત કહેવાય છે. એમ શ્રાવકનાં કુલ બાર વ્રતો છે. તેમાં મેં નાનોમોટો જે કોઈ દોષ લગાડ્યો હોય તેનું આજે પ્રતિક્રમણ કરું છું. | ૮ ||
“પઢમે અણુબચંમિ, થુલગ-પાણાઈવાય-વિરઈઓ! આચરિચમપ્રસન્થ, ઇલ્ય પમાયપ્રસંગેણં ! ૯ II
૧ ઉભય = બન્ને - સ્વ તથા પર. ૨ સંતાપ =દુઃખ-પીડા. ૩ અણુવ્રત = નાનાં વ્રતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org