________________
બે પ્રકારનો પરિગ્રહ અને બહુપ્રકારના પાપવાળા આરંભસમારંભો કરવામાં અને કરાવવામાં આખા દિવસ સંબંધી જે કોઈ પાપ લાગ્યાં હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. / ૩ /
સર્વે વાતોમાં અને પંચાચારોમાં લાગતા અતિચારો ઘણું કરીને પરિગ્રહ અને આરંભ-સમારંભથી લાગે છે. તે પરિગ્રહ બે પ્રકારનો છે : (૧) સચિત્ત, (૨) અચિત્ત. નોકર-ચાકર-ગાય-ઘોડા-ઊંટ-બકરાં રાખવામાં આવે તે સચિત્ત પરિગ્રહ અને ધન-ધાન્ય-ઘર-હાટ-જમીનદાગીના વગેરે જે રાખવામાં આવે તે અચિત્તપરિગ્રહ. અથવા ઉપરોક્ત બાહ્યપરિગ્રહ, અને વિષયોની વાસના, ક્રોધાદિ કષાયો, અને રાગાદિ પરિણામો તે અંદરનો પરિગ્રહ હોવાથી અત્યંતર પરિગ્રહ એમ પણ પરિગ્રહના બે પ્રકારો છે. જેમાં જીવોની હિંસા થાય તે આરંભ, ચૂલો સળગાવવો, શાક સમારવું. પાણી વાપરવું, લાઇટ-પંખાઓનો ઉપયોગ કરવો વગેરે ઘણા પ્રકારના આરંભ-સમારંભો છે તેમાં ધર્મકાર્ય કરવા માટે, અથવા ધર્મસ્થાનોની રક્ષા માટે ધર્મબુદ્ધિએ કરાતા આરંભ-સમારંભોને મૂકીને બાકીના સાવદ્ય એટલે પાપકારી સાંસારિક આરંભ-સમારંભને કરવા કરાવવામાં જે દોષો લાગ્યા હોય તેની આ ગાથામાં હું ક્ષમા માગું છું. ૩
“જંબદ્ધમિદિએહિ, ચઉહિં કસાહિં અપ્રસન્થહિંા રાગેણ વ દોસણ વ, તે નિંદે ચં ચ ગરિહામિ I II
શરીરમાંની પાંચ ઇન્દ્રિયો વડે, અને અપ્રશસ્ત એવા ચાર કષાયો વડે, તથા રાગ અને દ્વેષ વડે મારા આત્માએ જે કર્મો કર્યા હોય તેની હું નિન્દા કરું છું અને ગુરુજી સમક્ષ વિશેષ નિંદા કરું છું. // ૪
સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ બાલ્વેન્દ્રિયો મનગમતા વિષયો મળતાં રાજી-રાજી થઈ જાય છે. અને અણગમતા વિષયો મળતાં ઉદાસ અને નારાજ થઈ જાય છે. એમ રાગ તથા ષ વડે આ જીવ કર્મો બાંધે છે. તથા ક્રોધાદિ ચારે કષાયો સંસારવર્ધક હોવાથી અપ્રશસ્ત જ છે. તથાપિ ધર્મની કે ગુણોની રક્ષા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org