________________
જૈનદર્શનમાંથી જ મળે છે. માટે આવાં તત્ત્વોનો સતત અભ્યાસ કરવો. આ જ્ઞાન જ આત્માની પરિણતિને નિર્મળ બનાવે છે. અને પ્રવૃત્તિને સુધારે છે. માટે અભ્યાસના સતત રુચીવાળા અવશ્ય બનવું. I
(શ્રી સબસવિ પ્રતિક્રમણ સૂત્ર - ૩૩) સબ્સ્સવિ દેવસિઅ દુઐિતિઆ દુભાસિઅ, દુચ્ચિદ્ધિા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઇચ્છે. તસ્સ મિચ્છામિ દુક્કડં II
આખા દિવસ દરમ્યાન મનથી ખરાબ વિચાર્યું હોય, વચનથી દુર ભાષણ કર્યું હોય, અને કાયાથી દુષ્ટચેષ્ટા કરી હોય, તે સઘળું પાપ હે ભગવાન્ આપશ્રી ઇચ્છાપૂર્વક મને આજ્ઞા આપો તો મિચ્છામિ દુક્કડમ્ ઇચ્છું છું તે પાપોની ક્ષમા ચાહું છું.
સાત લાખ અને અઢાર પાપસ્થાનક સૂત્ર બોલ્યા પછી અને વંદિત્ત બોલતાં પહેલાં આ નાનું સૂત્ર બોલી દિવસ સંબંધી લાગેલાં પાપોની ટૂંકમાં ક્ષમા યાચવામાં આવી છે.
(શ્રી ઇચ્છામિ પડિકમિઉં સૂત્ર - ૩૪ ઇચ્છામિપડિમિઉં. જો મેદેવસિઓ આઈઆરો કઓ કાઈઓ, ઈત્યાદિ.
આ સૂત્ર વંદિતુ શરૂ કરતાં પહેલાં અને નવકાર તથા કરેમિ ભંતે સૂત્ર બોલ્યા પછી બોલાય છે. આ સૂત્રમાં પણ ઈચ્છામિ ઠામિ સૂત્રમાં બતાવ્યા મુજબ દિવસમાં લાગેલાં પાપો જે વિવિધ પ્રકારે થઈ ચૂક્યાં હોય તેની ક્ષમાયાચના કરી આત્માને શુદ્ધ-પવિત્ર બનાવી પછી વંદિતુ સૂત્ર બોલવા દ્વારા વ્રતોની શુદ્ધિ કરવામાં આવે છે.
૧ પરિણતિ = આત્માના પરિણામ, વિચારધારા, અધ્યવસાય. ર પ્રવૃત્તિ = કાયિક ક્રિયા, વ્યવહાર, પ્રર્વતન, ચેષ્ટા. ૩ વિવિધ = જુદા જુદા પ્રકારોથી પાપો થઈ ચૂક્યાં હોય તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org