________________
કરાયેલા કષાયો પરંપરાએ ગુણોની પ્રાપ્તિ દ્વારા જીવને અકષાયી બનાવનાર છે. માટે તેવા કષાયોને ઉપચારથી (આરોપથી) પ્રશસ્ત કહેવાય છે. તેવા પ્રશસ્ત કષાયોને મૂકી બાકીના સંસારબુદ્ધિએ કરાયેલા કષાયોથી મેં જે કર્મો બાંધ્યા હોય, તથા સાંસારિક સુખોના રાગથી અને તેમાં આવતાં વિઘો ઉપરના દ્વેષથી મેં જે કર્મો બાંધ્યાં હોય તેની હું નિંદા અને વિશેષ નિંદા કરું છું. તે ૪ ||
આગમણે નિગમણે, ઠાણે ચંકમણે આણાભોગે ! અભિયોગે આ વિયોગે, પડિક્કમે દેસિએ સવ્વ પII મિથ્યાદષ્ટિજીવોના સ્થાનોમાં વારંવાર આવવામાં, જવામાં, ઊભા રહેવામાં તથા આમતેમ ફરવામાં ઉપયોગની શૂન્યતાથી જે કર્મો બાંધ્યા હોય, તથા રાજા-મંત્રી અને સરકારી મામસોના દબાણથી, તથા નોકરી, આદિના કારણે પરવશતાથી. જે કર્મો બાંધ્યા હોય તે દિવસસંબંધી પાપકર્મોનું હું આજે પ્રતિક્રમણ કરું છું. ૫
“સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંગવો કુલિંગીસ !! સમ્મરન્સઈઆરે, પડિકમે દલિએ સબ્ધ II ૬ II
આ ગાળામાં સમ્યકત્વવ્રતના પાંચ અતિચારો સમજાવ્યા છે. અનંત ઉપકારી જિનેશ્વરભગવન્તોના શાસન ઉપરની અચલ શ્રદ્ધા-વિશ્વાસ-પ્રેમ તે સમ્યકત્વ છે.
આવું સમ્યકત્વ આવ્યા પછી પણ મોહનીય કર્મના ઉદયથી (૧) જિનેશ્વર ભગવન્તોનાં વચનોમાં શંકા કરી હોય, (૨) અન્યધર્મીઓના ચમત્કારાદિ દેખી તેમની ઇચ્છા કરી હોય, તથા (૩) સાધુ-સાધ્વીજીનાં મલ-મલીન વસ્ત્રો દેખી દુર્ગછા કરી હોય, (૪) મિથ્યાદૃષ્ટિ આત્માઓની પ્રશંસા કરી હોય, તથા (૫) તેઓનો પરિચય - સહવાસ કર્યો હોય, આ પ્રમાણે સમ્યકત્વ વ્રતના આ પાંચ પૈકી જે કોઈ અતિચાર લગાડ્યા હોય તે સર્વ દેવસિક પાપોની હું ક્ષમા માગું છું. // ૬ .
“છલકાય સમારંભે, પરણે આ પચાવણે આ જે દોસા1 અરઠાય પરા , ઉભચઠ ચેવ તે નિંદે || ૭ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org