________________
(૫) ઋત્યન્તર્થન = દિશાઓમાં જવાનું ધારેલું માપ ભૂલી ગયા હોઈએ.
“મમ્મિ આ મંસન્મિ અ, પુફે અ ફ્લે આ ગંધમલે આ ઉપભોગ-પરિભોગે, બીયામિ ગુણવએ નિંદે || ૨૦ ||
સાતમા વ્રતના (અર્થાત્ બીજા ગુણવ્રતના) પાંચ અતિચારો ગાથા ૨૦-૨૧માં જણાવે છે. ઉપભોગ-પરિભોગ પરિમાણ નામના બીજા ગુણવ્રતમાં મદિરા-અને માંસ વગેરે અભક્ષ્ય પદાર્થોનું સેવન કરવામાં, તથા પુષ્પ-ફળ અને સુગંધી માળાઓ વગેરેનો વારંવાર ઉપયોગ કરવાથી લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. | ૨૦ ||
જે વસ્તુ એકવાર વપરાયતે ઉપભોગ, જેમ કે રાંધેલું ધાન્ય. જે વસ્તુ વારંવાર વાપરી શકાય તે પરિભોગ; જેમ કે ઘર, પુષ્પ, માળા, સ્ત્રી વગેરે, ઉપભોગ અને પરિભોગને યોગ્ય વસ્તુઓનું પ્રમાણ રાખવું તે સાતમું વ્રત છે. આ ગાથાના પહેલા પદમાં મદિરા અને માંસનો જે ઉલ્લેખ છે તે ઉપભોગયોગ્ય પદાર્થોનો ઉલ્લેખ છે. અને બીજા પદમાં જે પુષ્પ-ફળસુગંધી માળાનો ઉલ્લેખ છે તે પરિભોગને યોગ્ય પદાર્થોનો ઉલ્લેખ છે. ઉપભોગ અને પરિભોગને યોગ્ય જે જે પદાર્થો છે તેના પરિમાણવાળા આ સાતમા વ્રતમાં (અર્થાત બીજા ગુણવ્રતમાં) લાગેલા અતિચારોને હું બિંદુ છું. તે ૨૦ ..
“સચિત્ત પડિબદ્ધ, અપોલ દુષ્પોલિએ ચ આહારે | તુચ્છો સહિ-ભખણયા, પડિકકમે દેસિએ સવ્વા ૨૧ II
આ ગાળામાં સાતમા વ્રતના પાંચ અતિચારો જણાવ્યા છે તે આ પ્રમાણે છે :
(૧) સચિત્તાહાર: સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં સચિત્ત વસ્તુ વાપરી હોય, અથવા સચિત્ત વસ્તુનો જે નિયમ કર્યો હોય તેનાથી અધિક વસ્તુ વાપરી હોય.
(૨) સચિત્તપ્રતિબધ્ધાહાર : સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં
વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org