________________
આજ્ઞાનું પાલનપણું, (૫) શ્રુતધર્મ-સમ્યજ્ઞાનની આરાધના, (૬) મોક્ષપદની પ્રાપ્તિ.
આ ગુરુવંદન કરતી વખતે પચીસ પ્રકારની વિધિ અવશ્ય સાચવવાની હોય છે. તેને ૨૫ આવશ્યક કહેવાય છે.
(૨) અવનત : આ સૂત્ર બન્ને વખત જ્યારે બોલીએ ત્યારે કંઈક ગુરુજીને મસ્તક નમાવવું તે.
(૧) યથાજાત : જન્મ વખતે શરીરની જેવી આકૃતિ છે તેવી આકૃતિ વંદન વખતે રાખવી તે. કપાળે હાથ જોડેલા, તથા ગુપ્તાંગને ઢાંકવા પૂરતું એક જ વસ્ત્ર પહેરવું તે.
(૧૨) આવર્તા: અહો-કાર્ય-કાય વગેરે પદો બોલતાં હાથ ઉપર નીચે લઈ જવા તે.
(૪) શીર્ષનમનઃ સંફાસ અને ખામેમિ ખમાસમણો એમ બન્ને પદ બોલતી વખતે પહેલા અને બીજા વંદનમાં એમ ચાર વાર શિષ્યોએ ગુરુજીને નમન કરવું તે.
(૩) ગુતિ : ગુરુવંદન કરતી વખતે મન-વચન અને કાયાને અશુભવૃત્તિથી રોકવાં.
(૨) પ્રવેશ: “અણજાણહ મે મિઉગ્નહં પદ બોલતાં ગુરુજીની વંદનાર્થે સમ્મતિ મળવાથી અવગ્રહની અંદર પ્રવેશ કરવો. કટાસણાની પાછળલી કિનારી ઉપરથી અંદરની કિનારી ઉપર આવવું. એમ બે વંદનમાં કરવું તે.
(૧) નિષ્ક્રમણ : પહેલા વંદન વખતે “આવસ્સિઆએ પદ બોલતાં બહાર નીકળવું તે.
આ ગુરુવંદન કરતી વખતે અનાદૃત વિગેરે ૩૨ દોષો તજવાના હોય છે. તે દોષોનું વર્ણન દેવેન્દ્રસૂરિકૃત ભાષ્યત્રયમાં બીજા ભાષ્યમાં લખેલ છે તથા આ સૂત્ર બે વાર બોલવાનું હોય છે. તેમાં બીજીવાર ૧ આકૃતિ = આકારવિશેષ. ર અનાદત = ગુરુજીનો અનાદર કરવો તે દોષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org