________________
(૫) સમ્યગ્દષ્ટિ જીવોના થોડા પણ ગુણોની પ્રશંસા કરવી તે
ઉપબૃહણાચાર. (૬) ધર્મનપામેલા,અને ધર્મથી પતિત થતા જીવોને સ્થિર કરવા
તે સ્થિરીકરણાચાર. (૭) સાધર્મિક ભાઈઓનું અનેક પ્રકારે હિત વિચારવું, તે
વાત્સલ્યાચાર. (૮) બીજા લોકો પણ જૈન ધર્મની અનુમોદના કરે તેવાં કાર્યો
કરવાં તે પ્રભાવનાચાર. ઉપરોક્ત આઠ આચારો પાળવાથી પોતાનામાં, અને પોતાના સંપર્કમાં આવનારા બીજામાં પણ ધર્મશ્રદ્ધા વધે છે. રુચિ-પ્રીતિ વધે છે. દર્શનશુદ્ધિ નિર્મળ થાય છે. માટે આ દર્શનાચારના આઠ ભેદો કહેવાય છે. ૩ II “પણિહાણ જોગ જતો, પંચહિં સમિઈહિં તીહિં ગુનાહિં ! એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈ નાયબ્બો ૪ ||
આ ગાથામાં ચારિત્રાચારના આઠ આચારોનું વર્ણન કરેલું છે. તે આ પ્રમાણે છે.
મન-વચન અને કાયાની એકાગ્રતા-સ્થિરતા તેને પ્રણિધાન કહેવાય છે. તે ત્રણે યોગોની સ્થિરતા રૂપ પ્રણિધાનયોગથી યુક્ત એવા આત્માઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જે પાલન કરે તે જ આઠ પ્રકારનો ચારિત્રાચાર સમજવો. તેનાથી ધર્મરૂપી પુત્રની ઉત્પત્તિ થાય છે. માટે આ આઠને માતા કહેવાય છે. તે જ ! “બારસવિહંમિતિ તવે, સર્ભિતર બાહિરે કુસલદિઠે ! અગિલાઈ અણાજીવી, નાયબ્દો સો તવાચારો || ૫
ચોથો જે આચાર તે તપાચાર, તેના બે ભેદ છે. (૧) બાહ્ય અને (૨) અભ્યત્તર, જે તપ શરીરને તપાવે, બહારથી દેખી શકાય, જે જોઈને
૧ અનુમોદના= પ્રશંસા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org