________________
એવા નેમનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું. || ૪ ||
ચાર, આઠ, દસ અને બે, આ સંખ્યા વડે જ્યાં ચોવીશે જિનેશ્વર ભગવન્તો વંદાયેલા છે તથા પરમાર્થ (અન્તિમ મોક્ષફળ) પામવા વડે જેઓ કૃતકૃત્ય બની ચૂક્યા છે તેવા હે સિદ્ધ ભગવન્તો ! મને હંમેશાં સિદ્ધિપદઆપો. ।। ૫ ।।
આ સૂત્રની પાંચમી ગાથામાં “ચત્તારિ-અટ્ઠ,દસ-દોય” ૪-૮-૧૦-૨ જે પદો છે તેનો જુદા-જુદા ગણિત પ્રમાણે અર્થ કરવાથી અનેક તીર્થોને નમસ્કાર થાય છે. તે અર્થો આ પ્રમાણે છે :(૧) ૪ + ૮ + ૧૦ + ૨ = એમ ચારે આંકનો સરવાળો કરવાથી ૨૪ થાય છે. અષ્ટાપદ પર્વત ઉપર ભરતમહારાજાએ ચારે દિશામાં આ પ્રમાણે ચોવીશે ભગવાનની મૂર્તિઓ ભરાવી છે. તેથી “અષ્ટાપદ”ને વંદન થાય છે.
(૨) ૪×૮, + ૧૦૪૨ - ચારને આઠે ગુણતાં ૩૨, દસને બે વડે ગુણતાં વીસ, પછી બત્રીસ અને વીસનો સરવાળો કરતાં પર નો આંક બને છે. નંદીશ્વર દ્વીપમાં ચારે દિશામાં તેરતેર એમ બાવન (૫૨) જૈનચૈત્યો શાશ્વત આવેલાં છે. તેથી તે શાશ્વત જૈન ચૈત્યોવાળા નંદીશ્વરને વંદન થાય છે.
(૩) પહેલું પદ જે ‘“ચત્તારિ” છે તેનો અર્થ ૪ ન કરતાં, ચત્ત એટલે ત્યજ્યા છે અને અરિ એટલે દુશ્મનો જેણે એવા ‘“ચત્તઅરિ’ દુશ્મનોનો ત્યાગ કરનારા એવા ૮ + ૧૦ + ૨ =૨૦ વીસ તીર્થંકર ભગવન્તો સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા છે. તેથી સમેતશિખરને વંદના થાય છે. તથા હાલ વર્તમાનકાળે વીસ વિહરમાન ભગવંતો વિચરે છે તેમને નમસ્કાર થાય છે. (૪)_૪ + ૮ ×૧૦× ૨ ૨૪૦ ચાર-આઠનો સરવાળો કરી તેને દસ વડે અને પછી બે વડે ગુણવાથી કુલ બસો ચાલીસ ૧. કૃતકૃત્ય જેમનાં સઘળાં કાર્યો થઈ ચૂક્યાં છે તે. ૨ શાશ્વત = નિત્ય-સદાકાયમી. ૩ વિહરમાન
=
વિચરતા - હાલ વિદ્યમાન,
પ્રતિસ્પદ સ્ત્ર- ૧૨૫
=
=
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org