________________
થાય છે. પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રમાં હાલ જે ચોવીસ ચોવીસ તીર્થકર ભગવન્તો થાય છે તે દસે ક્ષેત્રોના ચોવીસ ચોવીસ એમ બસો ચાલીસ તીર્થકરોને વંદના થાય છે.
(૫) ૪ + ૮નો વર્ગ + ૧૦નો વર્ગ + ૨ = અહીં આઠનો વર્ગ ૬૪, અને દસનો વર્ગ ૧૦૦ લઈએ અને પછી સરવાળો કરીએ તો ૪ + ૬૪ + ૧૦૦ + ૨ = ૧૭૦ થાય છે. અઢી દ્વીપમાં વધુમાં વધુ એક સાથે વિચરતા તીર્થકરભગવત્તો ૧૭૦ હોય છે તેમને નમસ્કાર થાય છે.
(૬) “ચત્તારિ” જે પહેલું પદ છે તેનો અર્થ ચત્ત+ અરિત્યજ્યા છે દુશ્મનો જેઓએ એવો અર્થ કરી ૮ + ૧૦ + ૨ = ૨૦ સરવાળો પછી ફરીથી આ ચારે સંખ્યા લેવી. ૨૦૪ વીસ ભાગ્યા ચાર બરાબર પાંચ, પ+૮+ ૧૦= ૨૩, દોય પદનો અર્થ અંકો બેવાર ગણવા આવો અર્થ થવાથી શત્રુંજ્ય પર્વત ઉપર ત્રેવીસ તીર્થંકરભગવન્તો પધાર્યા છે એને અર્થથી શત્રુંજ્યને પણ વંદના થાય છે. આવી રીતે અંકોની જુદી જુદી ગણિતની રીતિ મુજબ અનેક અર્થો થાય છે.
( શ્રી વેચાવચ્ચગરાણં સૂત્ર - ૨૪) વેચાવણ્યગરા, સતિગરાણ સન્મદિકિમાહિષ્ણરાણું કરેમિકાઉસગ્ગા.
જૈન શાસનની વૈયાવચ્ચ (સાર-સંભાળ) કરનારા, ચતુર્વિધ શ્રીસંઘને શાત્તિ કરનારા, સમ્યગ્દષ્ટિજીવોને સમાધિ આપનારા એવા શાસનાધિષ્ઠાયક (શાસનરક્ષક) દેવોની આરાધના માટે હું કાઉસગ્ન કરું
આ સ્તોત્ર શાસનરક્ષક દેવોની આરાધના માટે છે. પ્રથમનાં ત્રણ પદો તેઓનાં વિશેષણો છે. ચોથી થોય દેવોની આરાધના માટે છે. તેથી ચોથી થાય બોલતી વખતે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રની પછી આ સૂત્ર બોલાય છે. શાસનરક્ષક દેવો અવિરતિ હોવા છતાં નિશ્ચિત સમ્યકત્વવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org