________________
નથી. તેમાં પાર્શ્વનાથ પ્રભુ વધારે યશવાળા હતા તેથી જ આજે પણ ગામેગામ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ, ૧૦૮ નામો, અડ્રમાદિ તપો, વગેરે વિશેષારાધન જોવાય છે. તેમની આ સ્તોત્ર વડે અત્યન્ત ભક્તિભરેલા હૈયે સ્તુતિ કરી છે. તેથી હે પ્રભુ ! હું બીજું કશું આપની પાસે માગતો નથી. ફક્ત એક જ માગું છું કે મને ભવોભવમાં આપનો ધર્મ (સમ્યક્ત) મળજો. જે મળવાથી મારા આત્માનો અલ્પકાળમાં નિસ્તાર થાય.|| ૫ |
પ્રશ્ન : જૈનદર્શનમાં મંત્ર-તંત્ર-વિદ્યા-જડીબુટ્ટી-ઔષધિ વગેરેનું વર્ણન શું છે ?
ઉત્તર : હા. ચૌદ પૂર્વોમાંના વિદ્યાપ્રવાદપૂર્વમાં મંત્ર-વિદ્યાદિનું સવિસ્તર વર્ણન છે. પૂર્વધરમહાપુરુષો આ સર્વવિષય જાણે છે. છેલ્લા ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વધર હતા.
પ્રશ્ન :- શાસ્ત્રોમાં તો જૈન સાધુસંતો મંત્ર-તંત્ર-વિદ્યા-જડીબુટ્ટી નહીં કરનારા એવું વર્ણન આવે છે.
ઉત્તર : મંત્ર-તંત્ર-વિદ્યા અને જડીબુટ્ટી-આદિના પ્રયોગો આજીવિકા માટે, પોતાના સ્વાર્થ માટે, કોઈ વ્યક્તિ પ્રત્યેના રાગ કે દ્વેષને પોષવા માટે, અથવા આ ભવસંબંધી સાંસારિક વાસનાઓ પૂરવા માટે વર્ય કહ્યા છે. પરંતુ ધર્મી જીવો ઉપર, શાસન ઉપર, ચતુર્વિધ શ્રીસંઘ ઉપર, ચૈત્યાદિ ઉપર જ્યારે જ્યારે આપત્તિઓ આવે ત્યારે ત્યારે પૂર્વાચાર્યોએ આ મંત્રાદિ દ્વારા આપત્તિઓનું નિવારણ કરેલું છે અને કરવાનું છે.
આ ઉવસગ્ગહરં સ્તોત્રની પાંચે ગાથાઓના પહેલા બે બે અક્ષરોનાં પદોમાંથી પાંચ પરમેષ્ઠી અર્થ થાય છે એમ ટીકાકારોએ કહ્યું છે તે આ પ્રમાણે છે.
પહેલી ગાથાના ઉવ શબ્દથી ઉપાધ્યાયજી સમજવાના છે. જે ચોથા પરમેષ્ઠી પદે છે. બીજી ગાથાના વિસ શબ્દથી સાધુભગવંતો સમજવાના છે. જેમ વિષ સર્વ રસાત્મક કહેવાય છે તેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org